માણસા
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ સંદર્ભે સરકારમાંથી સત્તાવારપણે કોઈ ફોડ પાડી રહ્યુ નથી. પરંતુ, દિલ્હીથી કેબિનેટ સેક્રેટરી વડાપ્રધાનના પ્રવાસ પૂર્વે સમિક્ષા બેઠક માટે શુક્રવારે ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન અગાઉ પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિને ગુજરાત આવવાના હતા. જાે કે, છેલ્લી ઘડીએ એ કાર્યક્રમ પડતો મુકાયો હતો. ગતવર્ષે કોવિડ-૧૯ને કારણે ૩૧ ઓક્ટોબરે ઔપચારિકતા ખાતર એકતા પરેડ યોજાઈ હતી. જાે કે, આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેનું ફૂલ ફ્લેજ્ડ આયોજન ચાલી રહ્યુ છે. જેમાં વડાપ્રધાન મોદી સામેલ થશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૩૧મી ઓક્ટોબરે એકતા પરેડ યોજાશે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતની શક્યતાઓ વચ્ચે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. કેવડિયા કોલોની નજીક નર્મદા નદી ઉપર ૧૪ કરોડના ખર્ચે ગોરા ઘાટ તૈયાર થઈ ચૂક્યો છે. આ ઘાટ ઉપરથી ૩૦મી ઓક્ટોબરની ઢળતી સાંજે વડાપ્રધાન મોદી ગંગા આરતીની જેમ નર્મદા આરતીનો આરંભ કરાવશે.