બેંકિંગ સંકટ હવે માત્ર અમેરિકા સુધી જ સિમિત નથી પરંતુ તે યુરોપમાં પણ જાેવા મળી રહ્યું છે. યુરોપની સૌથી મોટી બેંકોમાંથી એક એવી ઝ્રિીઙ્ઘૈં જીેૈજજી ના હાલ ખરાબ છે. એક દિવસમાં જ તેના શેર ૨૫ ટકા સુધી તૂટી ગયા. એટલું જ નહીં માત્ર ત્રણ મહિનામાં આવેલા ઘટાડાના પગલે બેંક સ્ટોક્સની કિંમત પણ એક તૃતિયાંશ જેટલી ઘટી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી ઝ્રિીઙ્ઘૈં જીેૈજજી બેંક સતત પડકારોનો સામનો કરી રહી છે. શેરોની કિંમતમાં પણ સતત કમી આવવાના કારણે બેંકના શેરહોલ્ડર્સ પણ તેમનો સાથ છોડી રહ્યા છે. સ્વિટ્ઝરલેન્ડ બેસ્ડ ક્રેડિટ સુઈઝ બેંકમાં ૯.૯ ટકાની ભાગીદારી સાથે સૌથી મોટા શેરહોલ્ડર સાઉદી નેશનલ બેંક (જીદ્ગમ્) એ તેમાં વધુ રોકાણ કરવાની ના પાડી દીધી છે. બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ ક્રેડિટ સુઈસની ખરાબ સ્થિતિ વચ્ચે તેમાં રોકાણને લઈને કરાયેલા સવાલના જવાબમાં સાઉદી નેશનલ બેંકના ચેરમેન અમ્માર અલ ખુદૈરીએ કહ્યું કે અમારો જવાબ ના છે. અમે કોઈ પણ પ્રકારનું રોકાણ ઝ્રિીઙ્ઘૈં જીેૈજજી માં કરીશું નહીં. ખુદૈરીએ પીછેહટ પાછળ સૌથી મોટું કારણ ઇીખ્તેઙ્મટ્ર્ઠંિઅ ટ્ઠહઙ્ઘ જંટ્ઠંેર્ંિઅ પડકારો જણાવ્યાં. ઝ્રિીઙ્ઘૈં જીેૈજજી મ્ટ્ઠહા ની ગણતરી યુરોપમાં જ નહીં પરંતુ દુનિયાની મોટી બેંકોમાં થાય છે. બેંકના સ્ટોક ગત કારોબારી દિવસ ૨૪.૨૪ ટકાના ઘટાડા સાથે ૧.૭૦ ઝ્રૐહ્લ (સ્વિટઝરલેન્ડ કરન્સી) પર પહોંચી ગયો. છેલ્લા ૫ દિવસમાં આ શેરમાં ૩૫ ટકાથી વધુનો ઘટાડો જાેવા મળ્યો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં તે ૪૦ ટકાથી વધુ તૂટ્યો છે. એક વર્ષના સમયગાળામાં આ સ્ટોક પર નજર ફેરવીએ તો ગત ૧૬ માર્ચ ૨૦૨૨ના રોજ તેની કિમત ૭.૧૪ ઝ્રૐહ્લ હતી જે અત્યાર સુધીમાં ૭૬ ટકા સુધી ઘટી ચૂકી છે. અમેરિકાના બેંકિંગ સેક્ટરમાં આવેલી સુનામી હવે યુરોપીયન બેંકોને પણ પોતાના સકંજામાં લઈ રહી છે. તેનાથી દુનિયાભરની બેંકો પર પ્રભાવ જાેવા મળી રહ્યો છે. અમેરિકામાં પહેલા સિલિકોન વેલી અને ત્યારબાદ તરત સિગ્નેચર બેંક પર તાળા વાગ્યા. જ્યારે લગભગ અડધા ડઝન જેટલી અન્ય અમેરિકી બેંકો બંધ થવાનું જાેખમ વધી ગયું છે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ ફર્સ્ટ રિપબ્લિક બેંક સહિત અનેક નાણાકી સંસ્થાનોને અંડર રિવ્યૂમાં રાખ્યા છે. જાે કે ક્રેડિટ સૂઈઝ બેંક તરફથી હાલ જણાવવામાં આવી રહ્યું છે કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં જમા રકમ રહેલી છે અને બેંકના ડૂબવાનું કોઈ જાેખમ નથી. પરંતુ આ બધા વચ્ચે ઇૈષ્ઠર ડ્ઢટ્ઠઙ્ઘ-ર્ઁર્િ ડ્ઢટ્ઠઙ્ઘ ના લેખક અને વોલ સ્ટ્રીટ એનાલિસ્ટ્સ રોબર્ટ કિયોસ્કીની ભવિષ્યવાણીએ ચિંતા વધારી છે. તેમણે ક્રેડિટ સુઈસના ડૂબવાની આશંકા વ્યક્ત કરી છે. અત્રે જણાવવાનું કે વર્ષ ૨૦૦૮માં કિયોસ્કીએ જ સૌથી પહેલા લેહમન બ્રધર્સના ડૂબવાની ભવિષ્યવાણી કરી હતી અને તેના ધરાશયી થયા બાદ દુનિયાભરે આર્થિક મંદીનો સામનો કર્યો હતો. ભલે ક્રેડિટ સૂઈસ બેંકના ખરાબ સમયમાં તેમના સૌથી મોટા ઈન્વેસ્ટર સાઉદી નેશનલ બેંકે અંતર જાળવ્યું હોય પરંતુ તેની મદદ માટે હવે સ્વિઝ નેશનલ બેંક આગળ આવી છે. રિપોર્ટ મુજબ સ્વિસ નેશનલ બેંકે ક્રેડિટ સૂઈઝને ૫૦ અબજ ડોલરની લોન આપી છે. આ શોર્ટ ટર્મ લોનની જેમ અપાશે. ક્રેડિટ સૂઈસ તરફથી કહેવાયું છે કે તેઓ ૫૪ અબજ ડોલર સુધી ઉધાર લઈને પોતાની લિક્વિડિટીને મજબૂત કરવા માટે પ્રયત્નશીલ છે.
