Delhi

સગાઈના ૨ દિવસ પહેલા રણજી ચેમ્પિયન બન્યો આ ક્રિકેટર, ૧૧૮ ટેસ્ટ બાદ ર્ંડ્ઢૈંમાં કરશે કમબેક

નવીદિલ્હી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩ ર્ંડ્ઢૈં શ્રેણીની પ્રથમ મેચ ૧૭ માર્ચ (શુક્રવાર) ના રોજ રમાશે. આ શ્રેણી માટે એક દાયકા બાદ ભારતીય ટીમમાં બોલરની એન્ટ્રી થઈ છે. ગયા વર્ષે આ બોલરે ૧૩ વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરી હતી. સ્થાનિક ક્રિકેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ બોલરે શાનદાર બોલિંગ કરી છે. તેમની ટીમ ઘણી વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીતી ચૂકી છે. આ ક્રિકેટરની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. આ બોલરે ૨૦૨૧માં એક વકીલ સાથે લગ્ન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે વનડે શ્રેણીમાં બે-બેથી કાંગારૂ ટીમનો સામનો કરશે. પ્રથમ મેચ ૧૭ માર્ચે રમાશે. સ્ટાર બોલરોની ઈજાના કારણે આ સિરીઝ માટે કોઈ બોલર ૧૦ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. આ બોલર શરૂઆતની ઓવરમાં વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાને આ બોલર પાસેથી આશા હશે કે, તે નવા બોલથી ટીમ ઈન્ડિયા માટે વિકેટો મેળવશે. ભારતીય વનડે ટીમમાં વાપસી કરનાર આ બોલરનું નામ છે જયદેવ ઉનડકટ. જાેકે, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરની હાજરીમાં જયદેવ માટે ટીમમાં તક મળવી મુશ્કેલ છે. પરંતુ, લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર હોવાથી તેના રમવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ગયા મહિને જયદેવ ઉનડકટની કપ્તાનીમાં સૌરાષ્ટ્રે બંગાળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. જયદવે ફાઇનલમાં કુલ ૯ વિકેટ લીધી હતી. એટલે જયદેવ ફોર્મમાં છે. આ અગાઉ, જયદેવ ઉનડકટે ગયા વર્ષે બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમમાં પુનરાગમન કર્યું હતું. તે ૧૩ વર્ષ…૧૧૮ ટેસ્ટ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો અને હવે તેની પાસે ૧૦ વર્ષ બાદ વનડેમાં વાપસી કરવાનો મોકો છે. લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ હાલમાં તેના પુનરાગમન માટે એટલા જ ચર્ચામાં છે, જેટલો તે તેના લગ્ન સમયે હતો. તેણે ૨ વર્ષ પહેલા ૨૦૨૧માં વ્યવસાયે વકીલ રિની કંટારિયા સાથે લગ્ન કર્યા હતા. જયદેવના લગ્નના સમાચાર કોઈને ખબર ન હતી. લગ્નમાં માત્ર પસંદગીના સંબંધીઓ અને ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. જયદેવ ઉનડકટે તેની ગર્લફ્રેન્ડ રિની કંટારિયા સાથે ૧૫ માર્ચ, ૨૦૨૦ના રોજ સગાઈ કરી હતી. બે દિવસ પહેલા જ ઉનડકટે સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીનો ખિતાબ જીતાડ્યો હતો. આ પછી જયદેવે રિની સાથેની પોતાની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જયદેવ ઉનડકટે ૨૦૧૦માં સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. પરંતુ, આ પછી તેને ૧૩ વર્ષ બાદ બીજી ટેસ્ટ રમવાની તક મળી હતી. આ લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલરે તેની છેલ્લી વનડે ૨૦૧૩માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. આ પછી ટીમ ઈન્ડિયા એવી રીતે બહાર ફેંકાઈ ગઈ કે તેને વાપસી કરવામાં ૧૦ વર્ષ લાગ્યા છે. જયદેવ ઉનડકટે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૦૧ મેચમાં ૩૮૨ વિકેટ ઝડપી છે. આમાં તેણે ૨૨ વખત ૫ વિકેટ અને ૫ વખત ૧૦ વિકેટ લેવાનું કામ પણ કર્યું છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *