Delhi

બાગેશ્વરધામના દરબારમાં ચોર ટોળકી લાખો રૂપિયાના ઘરેણાં ઉપાડી ગઈ, ચાલી રહી છે તપાસ

નવીદિલ્હી
શનિવારે બાગેશ્વરધામ સરકાર, ધીરેન્દ્ર શાસ્ત્રીનો મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ભવ્ય દરબાર સજાવવામાં આવ્યો હતો. આ દરબારમાં લાખોની સંખ્યામાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અનુયાયીઓ તેમને સાંભળવા પહોંચ્યા હતા. શનિવારે સાંજે ૫.૩૦ કલાકે કાર્યક્રમ શરુ થયો અને રાતના ૯.૩૦ કલાકે કાર્યક્રમ ખતમ થયો. એક બાજૂ લોકો કાર્યક્રમ પુરો કરી ઘર તરફ જઈ રહ્યા હતા, તો વળી બીજી તરફ લગભગ ૫૦થી ૬૦ લોકોનું એક ઝૂડ પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. જે લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, તેમાંથી મોટા ભાગની મહિલાઓ હતી. આ મહિલાઓનો આરોપ હતો કે, આ કાર્યક્રમ દરમિયાન તેમના ગળામાંથી મંગળસૂત્ર ઉપરાંત સોનાની ચેન ચોરી થઈ ગઈ છે. સ્થાનિક પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર, અત્યાર સુધીમાં ૩૬ મહિલાઓના મંગળસૂત્ર અને ગળાના ચેનની ચોરી થઈ ગઈ છે. આ મહિલાઓ દ્વારા જે જાણકારી આપવામાં આવી, તે અનુસાર, સોનાના ઘરેણાંની કુલ કિંમત ૪,૮૭૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે. મહિલાઓની ફરિયાદના આધારે પોલીસે મામલો નોંધી લીધો છે. આગળની તપાસ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે, મીરા રોડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો ૨ દિવસનો કાર્યક્રમ છે. તેને લઈને રાજકીય હોબાળો પણ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *