Gujarat

અમરેલી ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ એ એમ પટેલ સહીત પોલીસ કર્મચારીઓનુ આધુનિક તકનીકના ઉપયોગથી ગુન્હા શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા સન્માન કરવામા આવ્યુ*

અમરેલી એલ.સી.બી. પી.આઇ. શ્રી એ.એમ. પટેલ તથા પો.સબ ઇન્‍સ. શ્રી એમ. ડી. સરવૈયા, તથા એલ.સી.બી. સ્‍ટાફના જાવેદભાઇ ચૌહાણ, અજયભાઇ સોલંકી, તુષારભાઇ પાંચાણી, ઉદયભાઇ મેણીયા, મહેન્‍દ્રસિંહ રાઠોડ, તથા ભાવિનગીરી ગૌસ્‍વામી નાઓને માહે ફેબ્રુઆરી ૨૦૨૩ નાં માસમાં (૧) બાબરા ટાઉનમાં આવેલ જવેલર્સની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર એક મહિલા સહિત ત્રણ ઇસમોને ચોરીમાં ગયેલ સોનાના દાગીના સહિત કુલ કિં. રૂ. ૨,૦૩,૫૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અનડીટેકટ ગુનો ડીટેકટ કરી સારી કામગીરી કરવા બદલ તેમજ (૨) અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનના છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતના કામે ૨૯ વર્ષથી નાસતા ફરતા બે લીસ્‍ટેડ આરોપીઓને પકડી પાડતી સારી કામગીરી કરવા બદલ તેમજ (૩) ચમત્‍કાર બતાવી ૧૦ કરોડનો ફાયદો કરી આપવાના બહાને છેતરપીંડી અને વિશ્વાસઘાતથી રોકડા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ કિં.રૂ.૨૨,૭૮,૦૦૦/- પડાવી લેનાર ટોળકીના ત્રણ સભ્યોને પકડી,દામનગર પોલીસ સ્‍ટેશન દાખલ થયેલ અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી ૧૦૦ % મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરવા બદલ પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્રારા પ્રશંસા પત્ર આપી સન્માન કરાયુ હતુ
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*.

IMG-20230320-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *