Gujarat

જામનગરમાં ‘વન ડે વનવોર્ડ’ અંતર્ગત ૯૯ સફાઈ કર્મચારીઓએ જેસીબી અને ટ્રેક્ટર જેવા સાધનો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરી

જામનગર
જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા સમગ્ર શહેરને સ્વચ્છ સુંદર રાખવા માટે “વન ડે વનવોર્ડ” નું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ વોર્ડ નંબર ૧૪ માં આવતા તમામ વિસ્તારોને સ્વચ્છ સુંદર બનાવવામાં આવ્યાં હતા. જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા ના માર્ગદર્શન મુજબ નિયમિત સફાઈ ઝુંબેશનું પાલન કરવામાં આવે છે , જેમાં “વન ડે વન વોર્ડ” ના આયોજન મુજબ વોર્ડ નંબર ૧૪ ના વિસ્તારો દિગ્વિજય પ્લોટ , લાખોટા તળાવની આસપાસ નો વિસ્તાર , પાણાખાડ, વિસ્તાર મેઘજી, પેથરાજ રોડ ૪૯ દિગ્વિજય પ્લોટ મેઇન રોડ, જાેલી બંગલો વિગેરે વિસ્તારમાં સફાઈ તેમજ ડી.ડિ.ટી. પાવડર ડસ્ટિંગ કામગીરી કરવામાં આવ્યું હતું આ તમામ વિસ્તારમાં ૯૯ સફાઈ કર્મચારીઓએ સાથે મળી સમગ્ર વોર્ડને સ્વચ્છ સુંદર બનાવ્યો હતો. આ કામગીરી દરમિયાન ૧ જેસીબી અને ૨ ટ્રેક્ટર દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *