Delhi

મુંબઈ ઈન્ડિયન્સે મેજર લીગ ક્રિકેટમાં ન્યૂયોર્ક ફ્રેન્ચાઈઝી સાથે વન ફેમિલીનો વિસ્તાર્યો વ્યાપ

નવીદિલ્હી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની માલિકીની મુંબઈ ઈન્ડિયન્સે વિસ્તરી રહેલી એમઆઇ વન ફેમિલીમાં હવે પાંચમી ક્રિકેટ ફ્રેન્ચાઈઝી ન્યૂયોર્ક સ્થિત – એમઆઇ ન્યૂયોર્કના પ્રસ્તાવિત સમાવેશની જાહેરાત કરી છે. મેજર લીગ ક્રિકેટની પહેલી આવૃત્તિમાં આ નવી ટીમ પરંપરાગત શરતોનું પાલન પૂર્ણ કર્યા બાદ ભાગ લેશે; નવી ટીમની રચના વાટાઘાટો, અને નિર્ણાયક બંધનકર્તા કરારોના અમલીકરણ તથા જરૂરી કોર્પોરેટ, નિયમનકારી અને તૃતિય-પક્ષની મંજૂરીઓ તથા અનુપાલનોની પ્રાપ્તિને આધીન રહેશે. આ અંગે રિલાયન્સના નીતા એમ. અંબાણીએ કહ્યું હતું કે “હું વિસ્તરી રહેલી એમઆઇ ફેમિલીમાં અમારી ન્યૂયોર્ક ફ્રેન્ચાઇઝીનું સ્વાગત કરતાં રોમાંચિત છું! યુ.એસ.માં પ્રથમ ક્રિકેટ લીગમાં અમારા પ્રવેશ સાથે મને આશા છે કે અમે મુંબઈ ઈન્ડિયન્સને ર્નિભય અને મનોરંજક ક્રિકેટની વૈશ્વિક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવા માટે સક્ષમ છીએ! એમઆઇ માટે આ બીજી નવી શરૂઆત છે અને હું આગળની રોમાંચક સફરની રાહ જાેઉં છું.” એમઆઇ વન ફેમિલી સમગ્ર વિશ્વમાં ક્રિકેટના વિસ્તરણ અને પ્રચાર માટે પ્રતિબદ્ધ છે અને તે નિરંતર વધુ મજબૂત બની રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ (આઇપીએલ), એમઆઇ કેપટાઉન (એસએ૨૦), એમઆઇ એમિરેટ્‌સ (આઇએલટી૨૦), અને મુંબઈ ઈન્ડિયન્સ (ડબ્લ્યૂપીએલ) પછી એમઆઇ ન્યૂયોર્ક પાંચમી ફ્રેન્ચાઈઝી હશે જે ત્રણ ખંડો, ચાર દેશો અને પાંચ લીગમાં મોજૂદ છે. મુંબઈ ઈન્ડિયન્સ વિશ્વભરમાં ફેલાયેલા લગભગ ૫૦ મિલિયન ડિજિટલ ચાહકો સાથે સૌથી વધુ ફોલો કરવામાં આવતી વૈશ્વિક ક્રિકેટ બ્રાન્ડ્‌સમાંની એક છે, તેમની વિવિધ ટીમો સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ ફ્રેન્ચાઈઝી લીગમાં વર્ષ દરમિયાન છ મહિના ક્રિકેટ રમે છે અને આ ટીમોને સમર્થન અને ઉત્સાહ આપે છે. વર્ષ ૨૦૦૯થી મુંબઈ ઈન્ડિયન્સ ૯૯% બ્રાન્ડ વેલ્યૂ (બ્રાન્ડ ફાઇનાન્સ) માં વિકસ્યું છે અને જે સમગ્ર વિશ્વમાં પોતાની બ્રાન્ડ બનાવવા અને પોતાની વાત કહેવા માટે ઉત્સુક એવી વિશ્વભરની બ્રાન્ડ્‌સ માટે પસંદગીના ભાગીદાર રહ્યા છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *