Delhi

સુરતમાં મકાનમાં બનાવેલા ગોડાઉનમાં ટેમ્પો અંદર લઈ દારૂ ખાલી કરતા ૪ લોકો ઝડપાયા

નવીદિલ્હી
સુરતના ગોડાદરા વિસ્તારની નારાયણનગર સોસાયટીમાં એક મકાનમાં ગોડાઉન બનાવી તેમાં ટેમ્પો અંદર લઈ દારૂ ખાલી કરતા દંપત્તિ સહિત ચારને ગોડાદરા પોલીસે ઝડપી પાડી રૂ.૩.૩૫ લાખનો દારૂ, રોકડા રૂ.૨ લાખ, ટેમ્પો, બે મોપેડ સહિત કુલ રૂ.૧૧.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોડાદરા પોલીસે નારાયણનગર સોસાયટીમાં રેડ કરી હતી. મકાનમાં બનાવેલા ગોડાઉનનો દરવાજાે ખોલી પોલીસે અંદર તપાસ કરી તો ત્યાં ટેમ્પોમાંથી ત્રણ પુરુષ અને એક મહિલા દારૂના બોક્સ ખાલી કરી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રાકેશકુમાર ઠાકોરદાસ પાસવાલા ( ઉ.વ.૪૯ ), તેમના પત્ની ફાલ્ગુનીબેન ( ઉ.વ.૪૬ ), પ્રમોદ રામભાઈ ધોબી ( ઉ.વ.૨૯) અને સંતોષ કવિલાલ તિવારી ( ઉ.વ.૨૮) ને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૩,૩૫,૩૦૦ ની મત્તાની દારૂની ૮૩૦ મોટી બોટલ અને બીયરના ટીન, ફાલ્ગુનીબેનનું એક મોપેડ અને એક ઇલેક્ટ્રીક મોપેડ, ફાલ્ગુનીબેન પાસેથી મંગાવેલા દારૂના પેમેન્ટના રોકડા રૂ.૨ લાખ, ટેમ્પો, પાંચ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.૧૧,૨૬,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી દારૂ મોકલનાર ઉમરગામના મનોજ પટેલ અને કનૈયાલાલ ભાઈદાસ સાલુંકેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પાસવાલા દંપત્તિ અહીં દારૂનો સંગ્રહ કરી બાદમાં છૂટક વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *