Gujarat

સુરત પાંડેસરામાં પોલીસ અધિકારી-કર્મીઓ દ્વારા કોંબિગ કરી ૬૬ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી

સુરત
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોને આઇડેન્ટીફાય કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ૫૫ થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પોલીસે બે કલાકમાં અનેક ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા તો ૬૬ જેટલા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરી હતી. હકીકતમાં, સુરત શહેરમાં ગુનેગારો અને અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે પોલીસ દ્વારા ખાસ સમય અંતરે ચેકિંગ હાથ ધરવામાં આવે છે.સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ પોલીસ મથકોમાં આવતા સંવેદનશીલ વિસ્તારોને આઇડેન્ટીફાય કરી ત્યાં પોલીસનો નિયમિત ચેકિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારને આઇડેન્ટીફાય કરીને પોલીસ દ્વારા સરપ્રાઈઝ નાઈટ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરાયું હતું.પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ વાલ્મિકી આબેંડકર જીસ્ઝ્ર આવાસ સિધ્ધાર્થનગરમાં પોલીસ દ્વારા રાત્રીના ૧૦ થી ૧૨ વાગ્યા સુધી અસરકારક કોમ્બીંગનુ આયોજન કરવામા આવ્યું હતું. સુરતના પાંડેસરાના સંવેદનશીલ વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો મોટો કાફલો ઉતરી સરપ્રાઈઝ ચેક કર્યું હતું. એચ ડિવિઝનના એસીપીના સુપરવિઝન હેઠળ પાંડેસરા પો.સ્ટેના પોલીસ ઈન્સપેક્ટર, તેમજ “એચ” ડિવીઝન વિસ્તારના ખટોદરા અને અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ અધીકારી-કર્મચારીઓની સાથે મળી અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હતું.પોલીસ દ્વારા કુલ્લે અલગ અલગ.૧૦ જેટલી ટીમો બનાવમાં આવી હતી.જેમા ૦૧ પોલીસ ઇન્સ્પેકટર, ૦૭ પોલીસ સબ ઈન્સપેક્રટર તથા પાંડેસરા, ખટોદરા, અને અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ મળી કુલ્લે ૫૫ પોલીસ કર્મચારીઓ સાથે લાઠી- હેલ્મેટ તથા ટોર્ચ જેવી પુરતી સાધન સામગ્રી સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ વાલ્મિકી આબેંડકર જીસ્ઝ્ર આવાસ સિધ્ધાર્થનગરમાં સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરી હતું. પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા મોડી રાત્રે બે કલાક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.પોલીસની જુદી જુદી ટીમ દ્વારા સિદ્ધાર્થ નગર ખાતે રાત્રીના ૧૦ વાગ્યાથી બાર વાગ્યા સુધી બે કલાક સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં અલગ-અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકીંગ હાથ ઘરાતા સિધ્ધાર્થનગરવાલ્મિકી આબેંડકર જીસ્ઝ્ર આવાસમાં આવવા-જવાના એંન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર નાકાબંધી કરી દેવામાં આવી હતી.પોલીસે કોમ્બીગમાં આવાસમાં આવેલ કુલ ૪૭ બિલ્ડીંગના કુલ્લે ૭૫૨ મકાનો ચેક કરી હાજર મળી આવેલ લોકોની સઘન પુછપરછ કરી હતી. પાંડેસરા વિસ્તારમાં પોલીસે હાથ ધરેલા સરપ્રાઈઝ ચેકિંગમાં અનેક અસામાજિક પ્રવૃત્તિ કરતા યુવકો સામે કાર્યવાહી કરી છે.જેમાં પોલીસે તપાસ દરમ્યાન નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી છે.નાસ્તા ફરતા ચેક કર્યાની માહિતી ઃ- ૦૩ ભાડુઆત ચેકીંગ ઃ- ૮૭શકમંદ ઇસમો ઃ- ૬૮ (ચેક) હીસ્ટ્રીશિટર શ્ એમ.સી.આર. કાર્ડ ધારક ઃ- સ્ઝ્રઇના ૧૦, ૐજીના ૦૫ (ચેક) હથીયાર બંધી ,જી.પી.એકટ કલમ.૧૩૫ મુજબના ઃ- ૧૧ (કેશો) ટપોરી ઇસમો ચેક કરી (સી.આર.પી.સી. કલમ.૧૫૧ મુજબ) કેશ ઃ- ૧૯ (કેશો) – પ્રોહીબિશન શ્ જુગારી લિસ્ટેડ ઇસમોઃ- ૧૫ (ચેક) પ્રોહિબિશનના દેશી દારૂના કબ્જાના કેશ ઃ- ૦૩પ્રોહિબિશનના પીધેલાના કેશ ઃ- ૧૫ (કેશો) એમ.વી.એક્ટ કલમ.૨૦૭ મુજબ વાહન ડિટેઇન ઃ- ૫૧(કેશો) આમ પોલીસે સમગ્ર કોમ્બીંગ દરમ્યાન કુલ્લે ૬૬ જેટલા કેસો કરી ઇસમો વિરૂધ્ધમાં અટકાયતી પગલા ભરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *