Gujarat

ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૨૧૪ કિ.રૂ.૬૧,૮૭૦/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ.૩,૭૧,૮૭૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી
દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ આજ રોજ તા.૨૨/૦૩/૨૦૨૩ નાં રોજ ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, એક ટાટા ઝેસ્ટ કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી ખાંભા તરફ આવે છે, તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમ ખાંભા પો.સ્ટે. નાં વાંકીયા ગામ પાસે વોચમાં રહી, એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઇ પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
જનક જીલુભાઇ વાળા, ઉ.વ.૨૩, રહે.પાદરગઢ, તા.ધારી, જિ.અમરેલી,
પકડવાના બાકી આરોપીઓઃ-
યુવરાજ કનુભાઇ વાળા, રહે.ચલાલા, તા.ધારી, તા.જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
(૧) મેક્ડોવેલ્સ નંબર- ૧, કલેક્શન વ્હીસ્કી ઓરીજનલની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૩૦ કિ.રૂ.૩૭,૫૭૦/-
(૨) રોયલ ચેલેન્જ, ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૮, કિ.રૂ.૧૨,૯૬૦/- (૩) ઓલ સિઝન્સ, ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૩૬, કિં.રૂ.૧૧,૩૪૦/- મળી કુલ બોટલ નંગ- ૨૧૪ જેની કિ.રૂ.૬૧,૭૮૦/- તથા એક ટાટા ઝેસ્ટ કાર રજી.નં.GJ.03.BW.0608 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન જેની કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૭૧,૮૭૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, જીગ્નેશભાઇ અમરેલીયા, ઘનશ્યામભાઇ મકવાણા, બહાદુરભાઇ વાળા તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા, લિલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230322-WA0095.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *