Gujarat

સરકારની કલ્યાણકારી યોજનાઓનાં કામ સબબ ગ્રામકક્ષાએ સુવિધામાં વધારો થશે

ગ્રામ્ય કક્ષાએ જ લોકોને સરકારની પુરતી સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. અને હવે ગ્રામ્યકક્ષાએ જ લોકોને સુવિધા આપવામાં આવે છે. ત્યારે વંથલી તાલુકાના કણઝડી ગામના લોકોની સુવિધામાં વધારો કરાયો હોય તેમ નવા પંચાયત ભવનનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે.

સીડીપી-૫ યોજના હેઠળ ગ્રામ પંચાયતના નવા ભવન બનાવવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકાના કણઝડી ગ્રામ પંચાયતનું સીડીપી-૫ યોજના હેઠળ નવું ભવન બનાવવામાં આવ્યું છે. આ નવીન ભવનને ગ્રામપંચાયતનાં સરપંચ, પંચાયતનાં હોદેદારો તથા સાવજ ડેરીનાં ચેરમેન શ્રી દિનેશભાઇ ખટારીયાની ઉપસ્થિતીમાં લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ નુતન પંચાયત ભવન થકી ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ સેવાઓ ગ્રામ્ય કક્ષાએથી જ મળી રહેશે અને સરકારની કલ્યાણકારી યોજનાઓનાં કામ સબબ ગ્રામકક્ષાએ સુવિધામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *