જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન ખાતે ડી.વાઈ.એસ.પી બી.સી ઠક્કર ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ મળી હતી. શહેરમાં રહેતા હિન્દુ તથા મુસ્લિમ ધર્મના લોકોને હાલમાં ચાલતા પવિત્ર રમજાન માસ અને આગામી માસ માં આવતા રામનવમી અને ડો.આંબેડકર જન્મજયંતિના તહેવાર સબબ વંથલી શહેર તથા તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિ અને એકતા જળવાઈ રહે સાથે સાથે તમામ ધર્મના લોકો પોતાનો તહેવાર શાંતિથી અને ભાઈ ચારા થી મનાવી શકે તેવા એકમાત્ર હેતુથી આજરોજ વંથલી પોલીસ સ્ટેશન ખાતે ડી.વાઈ.એસ.પી બી.સી ઠક્કર,પી.એસ.આઇ એમ.કે મકવાણા અને પી.એસ.આઇ સોનારા દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી. મિટિંગ દરમિયાન વંથલી શહેર વેપારી એશોસિએશન પ્રમુખ કમલેશભાઈ કુકરેજા, શાપુર વેપારી એશોસીએશન પ્રમુખ મહેન્દ્રભાઈ કારિયા, મુસ્લિમ સમાજના પ્રમુખ કાશમ પટેલ નગરપાલિકાના માજી પ્રમુખ સિરાજ વાજા, યાસીન અગવાન, સહિત તાલુકા ગ્રામ્ય વિસ્તારના સરપંચો સહિત સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


