Maharashtra

સોનાના વાયદામાં રૂ.1,559 અને ચાંદીમાં રૂ.3,681નો ઉછાળોઃ કોટન-ખાંડીમાં નરમાઈ

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં એકંદરે સુધારોઃ નેચરલ ગેસમેન્થા તેલમાં ઢીલાશઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,12,441 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,16,196 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.298 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 17થી 23 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 48,40,428 સોદાઓમાં કુલ રૂ.3,28,936.69 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,12,441.79 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,16,196.87 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 11,10,855 સોદાઓમાં રૂ.71,698.03 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,269ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,455 અને નીચામાં રૂ.58,143ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,559ના ઉછાળા સાથે રૂ.59,565ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,381 વધી રૂ.47,074 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.131 વધી રૂ.5,820ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,494 ઊછળી રૂ.59,436ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.67,140ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,262 અને નીચામાં રૂ.67,003ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,681ના ઉછાળા સાથે રૂ.70,212ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3,489 વધી રૂ.70,122 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3,474 ઊછળી રૂ.70,126 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 1,06,411 સોદાઓમાં રૂ.14,228.2 કરોડના વેપાર થયા હતા. તાંબુ માર્ચ વાયદો રૂ.755.80ના ભાવે ખૂલી, રૂ.32.15 વધી રૂ.783.45 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.203.85 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.256ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.204.20 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.181.55 જસત-મિની માર્ચ વાયદો રૂ.0.35 વધી રૂ.255.90 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 7,61,979 સોદાઓમાં રૂ.26,422.19 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,761ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,903 અને નીચામાં રૂ.5,359ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.42ના સુધારા સાથે રૂ.5,790 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.40 વધી રૂ.5,792 બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.209ના ભાવે ખૂલી, રૂ.31.70 ઘટી રૂ.178.60 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 28.9 ઘટી 192.4 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે રૂ.93.37 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.61,760ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,900 અને નીચામાં રૂ.61,100ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.40ની નરમાઈ સાથે રૂ.61,360ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.40 ઘટી રૂ.992.10 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.37,076.54 કરોડનાં 62,557.613 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.34,621.49 કરોડનાં 5,030.371 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.13,570.14 કરોડનાં 23,955,360 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.12,852.05 કરોડનાં 670,049,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,171.82 કરોડનાં 106,479 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.283.25 કરોડનાં 15,498 ટન તાંબાના વાયદાઓમાં રૂ.8,743.62 કરોડનાં 114,690 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,029.51 કરોડનાં 118,394 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.43.60 કરોડનાં 7,104 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.49.77 કરોડનાં 495.36 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 24,224.823 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 739.274 ટન, તાંબાના વાયદાઓમાં 14,790 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 22,787 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,820 ટન તથા જસત અને જસત-મિનીમાં 22,352 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 979,710 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 59,197,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 12,720 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 362.52 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.298.03 કરોડનાં 3723 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 507 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 15,749 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,305 અને નીચામાં 15,720 બોલાઈ, 585 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 526 પોઈન્ટ વધી 16,178 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.2,16,196.87 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.42,324.77 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,083.85 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,31,776.56 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.37,983.94 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *