આ પુલનું કામ ૮ થી ૧૦ માણસો કરે છે. વધુ માણસો રાખી તાત્કાલી ધોરણે કામ પૂર્ણ કરો..
ઉનાના દેલવાડા ગામે સ્ટેટ હાઈવે નં. ૧૦૪ ઉપર મચ્છુન્દ્રી નદીમાં ગત વર્ષે ૨૦૨૨માં ફેબ્રુઆરી મહિનામાં કોઝવે કમ ચેકડેમ
આવેલ જે તોડી પાડી નવા ઉંચા પુલ બનાવવા કામ ચાલુ કરવામાં આવ્યુ હતું. અને ચોમાસા દરમિયાન જિલ્લ મેજીસ્ટ્રેટ કમ ક્લેક્ટર
દ્વારા તા. ૧૧/૧૨/૨૦૨૨ સુધી જાહેરનામું બહાર પાડી રસ્તો બંધ કરેલ હોય જે જાહેરનામું પણ પૂર્ણ થયું છે. તેમ છતાં આ પૂલનું
કામ આજ સુધીમાં પૂર્ણ થયેલ નથી. હાલ આ પૂલના કામ માટે માત્ર ૮ થી ૧૦ માણસો કામ કરે છે. અને આ પુલની કામગીરી
ગોકળગાયની ગતિથી ચાલતુ હોય જેના કારણે આ પુલનો રસ્તો બે બંદરને જોડતો રોડ હોય જેથી અંજાર, ખાણ, રાજપૂત રાજપરા,
કાળાપાણ, ખડા, સેંજળીયા, દાંડી, ખજુદ્રા, સીમર, દુધાળા, માલેકપુર, સૈયદ રાજપરા સહીતના ગામોને તાલુકા મથકે જવા માટે આ
એક માત્ર રસ્તો છે. ગત વર્ષ આ પુલનું કામ પૂર્ણ ન થવાથી તમામ ગામના લગભગ ૩૦ હજાર લોકોને ભારે હાલાકીનનો સામનો
કરવો પડે છે અને વધુ ૮ થી ૧૦ કિલો મિટર દૂરનું અંતર કાપવું પડે છે. સૈયદ રાજપરા ગામ મત્સ્ય ઉત્પાદક બંદર ગામ હોય અને
આ પૂલના અભાવે અહીં રોજીરોટી કમાવવા આવતા લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. આ પુલનું કામ તાકીદે પુરજોશમાં ચલાવી
ચોમાસા પહેલા પુલનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. દેલવાડા સિમર સૈયદ રાજપરા સ્ટેટ ઈવે નં. ૧૦૪ના દેલવાડા
ખાતે મચ્છુન્દ્રી નદીના પૂલનું કામ પૂરજોશમાં વધુ માણો રાખી ઝડપથી ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે એવી માંગ રમેશભાઇ
ભગવાનભાઇ વંશે જીલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.
