Gujarat

જામનગર જીલ્લામાં વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૨ દરમ્યાન ટીબીના નવા કેસોમાં ૪૦ ટકાનો ઘટાડો

તા.24 માર્ચ 2023 ના રોજ વિશ્વ ક્ષય દિન નિમિતે વારાણસી ખાતે વન વર્લ્ડ ટીબી સમિટનું
આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જીલ્લામાં વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૨ દરમ્યાન ટીબીના નવા કેસોમાં ૪૦ ટકા
જેવો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જેને અનુલક્ષીને જામનગર જીલ્લાને નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ કેટેગરીમાં સમાવેશ
કરવામાં આવતા સિલ્વર મેડલ મળેલ છે.
તા.૨૬/૧૨/૨૦૨૨ થી ૨૬/૦૧/૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન જામનગર જીલ્લાના ૨૦ ગામોમાં કોર્પોરેશન વિસ્તારમાં સબ
નેશનલ સર્ટિફીકેટ અંતર્ગત ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલ જેમાં ૧૦૦૩૩ ઘર, ૩૮૪૨૩ વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં
આવ્યું હતું અને ૫૭૮ સ્પુટમ સેમ્પલ કલેક્શન કરવામાં આવેલ. જેને અતિ આધુનિક જીન એક્ષપર્ટ મોલેક્યુલર ટેસ્ટ દ્વારા
તપાસ કરવામાં આવી હતી. જે હકીકતને અનુલક્ષીને સેન્ટ્રલ ટીબી ડીવીઝન દ્વારા ધારા ધોરણને પૂર્તતા કરતા હોય અને આ
સમગ્ર કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ તાલુકા અને જીલ્લા કક્ષાના અધિકારીશ્રી અને WHO ના કન્સલ્ટન્ટના માર્ગદર્શન
હેઠળ કરવામાં આવેલ હતું. આ તમામ કામગીરી જામનગર જીલ્લાના કલેકટરશ્રી ડૉ. સૌરભ પારઘી અને જીલ્લા વિકાસ
અધિકારીશ્રી મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
જામનગર જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જીલ્લાના પ્રોગ્રામ ઓફીસરશ્રી, તમામ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી,
મેડીકલ ઓફીસરશ્રી, કોમ્યુનીટી હેલ્થ ઓફીસરશ્રી, સુપરવાઈઝરશ્રી, જીલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ, તાલુકા કક્ષાના ટીબી સુપરવાઇઝર,
ટીબી હેલ્થ વીઝીટર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, આશા બહેનો વગેરેના અથાગ પરિશ્રમના ફળ સ્વરૂપે જામનગર જિલ્લાને સિલ્વર
મેડલ પ્રાપ્ત થયો છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, તમામ
અધિકારીશ્રીઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *