(સરજાહેર ઠંડા કલેજે કરપીણ હત્યાનાં બનાવથી કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો)
ગત શનિવારે મોડી રાત્રે આંબેડકર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં સર જાહેર ગોવર્ધન રાઠોડ ઉર્ફે ગિલ્લુ બાદશાહ નામના શખ્સની ઘાતકી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ગિલ્લુ બાદશાહ પોતે પણ હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો અને હાલ પેરોલ ઉપર બહાર હતો એ દરમિયાન તેના દ્વારા કરવામાં આવેલી મહિલાની હત્યાના સમાધાન બાબતે વાતચીત ચાલુ હતી અને એ વાતચીત દરમિયાન મામલો બીચકતા હસમુખ ભીખાભાઇ પરમાર અને દિપક કાંતિભાઈ વાણીયા ઉર્ફે પ્રદીપ વાણીયા દ્વારા ગિલ્લુ બાદશાહને છરી અને ગુપતી નાં ઘાં ઉપર ઘાં મારી મોત નીપજાવ્યું હતું. બનાવ બાદ ધ્રાંગધ્રા શહેરમાં કોઈ અનિછનીય બનાવ ન બને તેમજ આંબેડકર નગર વિસ્તારમાં શાંતિ સલામતી બની રહે તેં અર્થે પોલીસ ફાસ્ટ એક્શનમાં આવી ને ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને નાકાબન્ધી કરી હતી જેમાં ગણતરીની કલાકોમાં જ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
હિતેશ રાજપરા… ધ્રાંગધ્રા


