Gujarat

સોનાના વાયદાના ભાવમાં રૂ.242 અને ચાંદીમાં રૂ.128ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં મામૂલી સુધારોઃ સીપીઓ, રબર, મેન્થા તેલમાં નરમાઈઃ એનર્જીડેક્સ ફ્યુચર્સમાં 71 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 79 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 250 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,59,419 સોદાઓમાં કુલ રૂ.13,807.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 79 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 250 પોઈન્ટ તેમ જ એનર્જીડેક્સ વાયદામાં 71 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 49,126 સોદાઓમાં કુલ રૂ.2,991.43 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,099ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,325 અને નીચામાં રૂ.47,036 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.242 વધી રૂ.47,293ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.156 વધી રૂ.37,935 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.4,700ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,025ના ભાવે ખૂલી, રૂ.229 વધી રૂ.47,170ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,738 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,945 અને નીચામાં રૂ.61,579 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.128 વધી રૂ.61,872 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.143 વધી રૂ.62,112 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.148 વધી રૂ.62,104 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 14,996 સોદાઓમાં રૂ.2,695.91 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.15 વધી રૂ.245 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.75 વધી રૂ.271ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.3.20 ઘટી રૂ.737.55 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.11.7 વધી રૂ.1,494.90 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.95 ઘટી રૂ.182ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 46,901 સોદાઓમાં કુલ રૂ.3,857.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,075ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,118 અને નીચામાં રૂ.6,038 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.2 વધી રૂ.6,109 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.90 ઘટી રૂ.397.80 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,793 સોદાઓમાં રૂ.188.51 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,683ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1709 અને નીચામાં રૂ.1682.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.23.50 વધી રૂ.1,692.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,085 અને નીચામાં રૂ.16,950 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 ઘટી રૂ.16,962ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,154ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1162.60 અને નીચામાં રૂ.1154 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.80 ઘટી રૂ.1158.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10 ઘટી રૂ.921.10 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.280 વધી રૂ.30,750 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,691 સોદાઓમાં રૂ.1,687.09 કરોડનાં 3,576.277 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 37,435 સોદાઓમાં કુલ રૂ.1,304.34 કરોડનાં 210.733 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.344.28 કરોડનાં 14,130 ટન, જસતના વાયદાઓમાં રૂ.338.76 કરોડનાં 12,610 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,191.21 કરોડનાં 16,222.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.709.54 કરોડનાં 4,780.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.112.12 કરોડનાં 6,175 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 16,063 સોદાઓમાં રૂ.1,419.83 કરોડનાં 23,35,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 30,838 સોદાઓમાં રૂ.2,438.15 કરોડનાં 6,06,70,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.30 કરોડનાં 36 ટન અને કોટનના વાયદાઓમાં 785 સોદાઓમાં રૂ.67.09 કરોડનાં 21875 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 191 સોદાઓમાં રૂ.7.65 કરોડનાં 82.44 ટન, રબરના વાયદાઓમાં 25 સોદાઓમાં રૂ.0.43 કરોડનાં 25 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 784 સોદાઓમાં રૂ.113.04 કરોડનાં 9,810 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,696.036 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 638.772 ટન, એલ્યુમિનિયમમાં 17,030 ટન, જસત વાયદામાં 9,940 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,900 ટન, નિકલ વાયદામાં 2,835 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,795 ટન, ક્રૂડ તેલમાં 11,49,900 બેરલ અને નેચરલ ગેસમાં 1,01,10,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 132 ટન, કોટનમાં 114325 ગાંસડી, મેન્થા તેલમાં 469.8 ટન, રબરમાં 61 ટન, સીપીઓમાં 72,390 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,005 સોદાઓમાં રૂ.168.34 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 553 સોદાઓમાં રૂ.41.65 કરોડનાં 593 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,217 સોદાઓમાં રૂ.107.87 કરોડનાં 1,293 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,750 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,446 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,030ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,086 અને નીચામાં 14,007ના સ્તરને સ્પર્શી, 79 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 67 પોઈન્ટ વધી 14,074ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,650ના સ્તરે ખૂલી, 250 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 53 પોઈન્ટ વધી 16,794ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 44,598 સોદાઓમાં રૂ.3,905.81 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.164.03 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.26.37 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,713.95 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *