Gujarat

ઉનાના મેણ ગામે ગોચરની જમીનમાં ગે.કા. ખનીજ ચોરી કરી લાખો રૂપિયા હડપ કર્યાની રાવ…

ઉનાના મેણ ગામે સરકારી ગોચરની જમીન માંથી ગે.કા. પથ્થરની ખાણમાં ચકરડીઓ મુકી ખનન કરવામાં આવતું હોય અને આ ગોચરની જમીન સરપંચ દ્વારા ગૈશાળાના નામે લાખો રૂપિયા હડક કરી ગયા આક્ષેપ સાથે સમસ્ત ગ્રામજનો દ્વારા ના.કલેક્ટરને રજુઆત કરી હતી..

મેણ ગામમાં ગોચરની જમીન આવેલી છે. તેમાં ગ્રામપંચાયત દ્વારા ગૈશાળાના નામે ખનીજ પથ્થર કાઢી તેનું વેચાણ કરવામાં આવેલ હોય અને આ ગે.કા. ખાણમાંથી લાખો રૂપિયાનું ખનન કરવામાં આવેલ છે.

અને ગ્રામજનોને અંધારામાં રાખી ગામના તમામ લોકોને જણાવેલ કે આ રૂપિયાથી ગૌશાળાનું કામ કરવાનું છે. તેવું કહી ભુમાફિયા સાથે સેટિંગ કરી લાખો રૂપિયા હડપ કરી ગયેલ છે. આમ ગાયના નામે ગૌશાળામાં ખર્ચ કરવાના બદલે ખનીજ ચોરી કરી મોટુ કોભાંડ આચરવામાં આવેલ હોય આ બાબત સમસ્ત ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રીને સંબોધી ઉના પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી આવા ભૂમાફીયાઓને સામે કાર્યવાહી કરવા સ્થળ તપાસ કરી આકરા પગલાં લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી સમસ્ત ગામજનો દ્વારા આવેદન પત્ર આપેલ હતું.

 

-ગોચરની-જમીનમાં-ગે.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *