ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગરના કમિશનરશ્રી,યુવક
સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર અને જામનગર જીલ્લા યુવા વિકાસ અધિકારી સંચાલિત વિશ્વ રંગભૂમિ દિવસની
ઉજવણી નિમિતે જામનગરમાં પ્રથમવાર ત્રિદિવસીય થિયેટર ફેસ્ટીવલ-૨૦૨૩નું આયોજન તા.૨૬,૨૭,૨૮ માર્ચ ૨૦૨૩
દરમ્યાન દરરોજ રાત્રે ૯ કલાકે ધનવંતરી ઓડીટોરીયમ ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં પ્રથમ દિવસે થીયેટર પીપલ્સ જામનગર દ્વારા જય વિઠલાણી દિગ્દર્શિત “ અસ્તો માં સદગમય ”, રોહિત હરિયાણી
દિગ્દર્શિત “મેરી ગો રાઉન્ડ” તથા રોહિત હરિયાણી દિગ્દર્શિત “અફલાતૂન” નામના નાટકો, દ્રિતીય દિવસે અદિતિ દેસાઈ
દિગ્દર્શિત “અકુપાર( ગુજરાતી મંચ ઉપર જીવતું થતું ગીરનું જંગલ) ”, ત્રીજા દિવસે વિજય લીંબાચીયા દિગ્દર્શિત “લો અમે તો
ચાલ્યા” નાટકો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મેયરશ્રી બીનાબેન કોઠારી,જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરિયા, જીલ્લા શિક્ષણાધિકારીશ્રી મધુબેન
ભટ્ટ,માહિતી કચેરીના સીનીયર સબ એડિટરશ્રી પારૂલબેન કાનગડ,જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એમ.આઈ.પઠાણ,જીલ્લા
રમત ગમત અધિકારીશ્રી બી.જે.રાવલીયા, માહિતી મદદનીશ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા,પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી
બી.એ.જાડેજા,જીલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ પ્રમુખશ્રી મહેશભાઈ મુંગરા, કોર્પોરેટરશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં
નાગરિકજનોએ આ ત્રિદિવસીય થિયેટર ફેસ્ટીવલ નિહાળેલ હતો.
