National

પાકિસ્તાનમાં ઈમરાન શરિયા મુજબ શિક્ષણ પધ્ધતિ લાગુ કરશે

પાકિસ્તાન
પશ્વિમી સંસ્કૃતિથી પાકિસ્તાનને અને ઈસ્લામને કેટલું નુકસાન થશે તેનું આકલન પણ આ સંસ્થા કરશે એવું ઈમરાને કહ્યું હતું. પાક. પીએમ ઈમરાને આ સંબોધનમાં કટ્ટરવાદીઓને ખુશ કરવાની કોશિશ કરી હતી. ખાસ તો પાકિસ્તાની સૈન્યના કટ્ટર ઉચ્ચ સૈન્ય અધિકારીઓને ખુશ રાખવા પેરવી કરવામાં આવી છે. તાલિબાન ઈસ્લામના જૂના કાયદા પ્રમાણે શાસનપદ્ધતિની હિમાયત કરે છે અને અફગાનિસ્તાનમાં તો તેને લાગુ પણ કરી દીધા છે.તાલિબાનના મૂળિયા પાકિસ્તાનમાં જ નખાયા હતા. અત્યાર સુધી પાકિસ્તાન તાલિબાનને મદદ કરતું આવ્યું છે. અફઘાનિસ્તાનના એ વખતના નેતાઓએ પણ એવો જ આરોપ લગાવ્યો હતો. હવે એ વાત સાબિત થઈ રહી છે. તાલિબાનના રસ્તે હવે પાકિસ્તાન પણ શરિયા પ્રમાણે શિક્ષણ પદ્ધતિ લાગુ પાડશે. તાલિબાનના કટ્ટર સમર્થક પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનમાં રહમતુલ લીલ આલમીન ઓથોરિટી નામના સંગઠનની સ્થાપના કરી છે. આ સંગઠન ઈસ્લામની યોગ્ય ઈમેજ દર્શાવવા માટે બન્યું હોવાનું ઈમરાન ખાને કહ્યું હતું. કટ્ટર ઈસ્લામિક જૂથોને ખુશ કરવા ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન ઈસ્લામનું રક્ષણ બનીને નવી શિક્ષણ પદ્ધતિ લાગુ પાડશે. ઈમરાન ખાને નવા સંગઠનને પાકિસ્તાનમાં શરિયા પ્રમાણે શિક્ષણ પદ્ધતિ લાગુ કરવાનું કામ સોંપ્યું છે. તાલિબાની શાસનમાં જે રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે અને શિક્ષણમાં ભેદભાવ થઈ રહ્યો છે એવી જ સિસ્ટમ પાકિસ્તાનમાં લાગુ કરવાની પેરવી ઈમરાન ખાને કરી છે. નવા સંગઠનને સંબોધતી વખતે ઈમરાન ખાને કહ્યું હતું કે નૈતિક મૂલ્યો જળવાય તે જરૃરી છે. કોઈ પણ દેશ નૈતિક મૂલ્યોના ભોગે વિકાસ કરી શકતો નથી. શરિયા પ્રમાણે શિક્ષણ પદ્ધતિ લાગુ કરવાથી દેશમાં મૂલ્યોનું અને ધર્મનું જતન થશે. આ સંગઠનમાં ઈસ્લામના ઘણાં વિદ્વાનોને સામેલ કરાશે અને સંગઠન દુનિયાને એ બતાવશે કે ખરેખર ઈસ્લામ શું છે?

Imran-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *