Delhi

રાજકોટમાં ૧૪૬ કોરોનાના એક્ટિવ કેસ, જ્યાં ૧૧ વર્ષીય વિદ્યાર્થિનીનું તાવ અને ઉલટીથી મોત

નવીદિલ્હી
હાલ બેવડી ઋતુના લીધે રોગચાળો વકરી રહ્યો છે. મોટાભાગના લોકો તાવ અને શરદીની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર તેની વધુ અસર જાેવા મળી રહી છે. આવામાં રાજકોટમાં તાવ અને ઉલટીના લીધે વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યાં ધોરણ ૪માં અભ્યાસ કરતી ૧૧ વર્ષીય વિદ્યાર્થિનીનું તાવ અને ઉલટીના લીધે મોત નિપજ્યું છે. વ્હાલી દિકરીના મોતને પગલે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. રાજકોટમાં તાવ અને ઉલટીથી વિદ્યાર્થિનીનું મોત થયું છે. ધો. ૪માં ભણતી ૧૧ વર્ષીય રાધિકા રાય નામની વિદ્યાર્થિનીનું બીમારીથી મોત થયું છે. આ વિદ્યાર્થિની ગાંધીગ્રામના ગૌતમનગરમાં રહેતી હતી. જેનું તાવ અને શરદીના લીધે મૃત્યુ થયું છે. જેના પગલે સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. હાલ વિદ્યાર્થિનીના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. બીજી બાજુ, રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં થઇ રહેલો વધારો ચિંતામાં મૂકી રહ્યો છે. રાજકોટ શહેરમાં હાલ ૧૪૬ જેવા કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જેમાં એક દર્દી ખાનગી હોસપિટલ વેન્ટિલેટર પર છે, જ્યારે અન્ય દર્દીઓ તબિયત પ્રમાણમાં સારી છે. જાેકે, આમ છતાં ડોક્ટરે આવા દર્દીઓને હોમ આઇસોલેટ રહેવાની સલાહ આપી છે. રાજકોટ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા કોરોનાના કેસને લઈને રાજકોટનું આરોગ્યતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ૧૦૦ બેડ તૈયાર રખાયા છે. આ ઉપરાંત અહીંયા ઓક્સિજન સહિતની વિવિધ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, માર્ચ મહિનાની શરૂઆતમાં કોરોનાના કેસ રાજકોટ શહેરમાં નહિવત જાેવા મળતા હતા. જાેકે, છેલ્લા ૨૦ દિવસ જેટલા સમયમાં કોરોનાના કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ પણ કહ્યું હતું કે, જે દર્દીઓને કોરોના થાય છે તેઓ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર કોરોના ટેસ્ટ કરાવે. તમામ આરોગ્ય કેન્દ્ર પર હાલ કોરોના ટેસ્ટ માટેની પર્યાપ્ત માત્રામાં કીટ પણ ઉપલબ્ધ કરાવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *