Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા અગીયાર જુગારીઓને કુલ કિં.રૂ. ૧૧,૭૨૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી ઝોઝ પોલીસ

 ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની પ્રવૃતિ/ હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવુતિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે આઘારે કે.એચ. સુર્યવંસી નાયબ પોલીસ અઘિક્ષક છોટાઉદેપુર ડીવીઝન છોટાઉદેપુર નાઓના સીઘા માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૩૦/૦૩/૨૦૨૩ ના રોજ પી.એચ.વસાવા પોલીસ ઈન્સ્પેકટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે
પોલીસ સ્ટેશન વિસ્તારમા રામનવમી અનુસંધાને પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન માહિતી આઘારે
 સીલોજ ગામે ફળીયામા આર.સી.સી રોડની બાજુમા આવેલ ખેતરમા તાડના ગેડાના છાપરામા કેટલાક માણસો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે રેઇડ કરતા જુગાર રમતા અગીયાર ઇસમોને ચાલુ દાવના રોકડા રૂપીયા.૧૩૨૦/- તથા જુગારના સાધનોમા પત્તા-પાનાની કેટ નંગ-૧ કિંમત રૂપીયા ૦૦/૦૦ તથા મીણીયા પાથરણ ની કીંમત રૂપીયા.૦૦/૦૦ મળી તથા પકડાયેલ ચારેય આરોપીઓની અંગ ઝડતી માથી જુદા જુદાદર ની નોટોમા રોકડા રૂપીયા.૧૦,૪૦૦/- મળી કુલ રૂપીયા.૧૧,૭૨૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓને
પકડી પાડીજુગારનો ગણનાપાત્ર કેશ શોઘી કાઢવામાં આવેલ છે.અને આરોપીઓ વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230331_004406.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *