Gujarat

દેવટાકુવા પ્રા. શાળામાં (છીપડી)ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને સન્માન કાર્યક્રમ યોજાયો. 

મકસુદ કારીગર,કઠલાલ
શાળામાં યોજાયેલ  કાર્યક્રમમાં છીપડી ગામના સરપંચ  રાવજીભાઈ ઝાલા, ખેતીવાડી અધિકારી કુ.અનિલાબેન બી.પરમાર અને સી.આર.સી કો.ઓ. જીતેન્દ્રભાઈ ડી.દરજી હાજર રહ્યા હતા. જ્યારે કુ.અનિલાબેન બી. પરમાર તાજેતરમાં ખેતીવાડી અધિકારી (ક્લાસ -2)બનતા શાળા પરિવાર તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. એસએમસી ના સભ્ય ચેતનાબેન તરફથી બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મુખ્ય શિક્ષક  પંકજકુમાર બી.ઝાલાએ કર્યું હતું. શાળા પરિવાર સહભાગી રહ્યો હતો.

IMG_20230331_152642.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *