Gujarat

ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો                

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ નગરની મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન પણ કેળવાય એવાં શુભ હેતુસર યોજાયેલ આ આનંદમેળામાં બાળકો ખૂબજ ઉત્સાહભેર જોડાયા હતાં.

              આ આનંદમેળામાં મંચુરિયન, વડાપાઉં, સમોસા, ભેલ, પાણીપુરી, આલુપુરી, સેન્ડવીચ જેવી અવનવી વાનગીઓનાં વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતાં. જે પૈકી વેજીટેબલ સેન્ડવીચનાં સ્ટોલ પર શાળાનાં ઉપશિક્ષક દેવાંગશુ પટેલ સાથે બાળકોની ભારે ભીડ જોવા મળી હતી. શાળાનાં બાળકો અને શિક્ષકોએ દરેક સ્ટોલની સ્વાદિષ્ટ વાનગીઓનો ભરપૂર રસાસ્વાદ માણ્યો હતો.
               આનંદ કિલ્લોલ સાથે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી પૂજા પટેલ તથા શ્રીમતી અંકિતા પટેલ સહિત સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20230331-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *