National

પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ બાજવાનો દાવો ઃ “શરીફ પણ સર્વિસ એક્સટેન્શન ઈચ્છતા હતા”

પાકિસ્તાન
પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ દાવો કર્યો છે કે તેમના પહેલા આર્મી ચીફ જનરલ રાહીલ શરીફે પણ તત્કાલિન નવાઝ શરીફ સરકાર પાસે સેવાનો વિસ્તાર કરવાની માંગ કરી હતી. રાહીલ શરીફે એક્સ્ટેંશન મેળવવા માટે રાજકીય વિવાદનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. કમર જાવેદ બાજવાનો આ દાવો મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ તેમની સેવાના વિસ્તરણ માટે ઘણીવાર ટીકાકારોના નિશાના પર રહે છે. ખાસ કરીને પીટીઆઈ ચીફ ઈમરાન ખાન તેમના પર હંમેશા હુમલો કરે છે. પૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ પાકિસ્તાનના મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે જ્યારે રાહીલ શરીફનો સેના પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂરો થવાનો હતો ત્યારે ડૉન અખબારે એક ખુલાસો કર્યો હતો, જેને ડૉન લીક્સ તરીકે ઓળખવામાં આવે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેનાના ટોચના અધિકારીઓ સાથેની બેઠકમાં તત્કાલિન પાકિસ્તાન સરકારે સૈન્ય અધિકારીઓને કહ્યું હતું કે આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડશે નહીં તો પાકિસ્તાન વૈશ્વિક સ્તરે અલગ થઈ જશે. આ રિપોર્ટને લઈને ઘણો હોબાળો થયો હતો અને સેનામાં નારાજગી હતી કે આ રિપોર્ટ લીક થવાથી સેના અને આતંકી સંગઠનો વચ્ચે ગઠબંધનનો સંદેશ ગયો છે. બાજવાએ કહ્યું કે જ્યારે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ તેમને મળતા હતા ત્યારે તેઓ કહેતા હતા કે રાહીલ શરીફ સેવાનો વિસ્તાર કરવા માંગે છે. જણાવી દઈએ કે રાહીલ શરીફ ૨૦૧૩થી ૨૦૧૬ સુધી પાકિસ્તાન આર્મીના ચીફ હતા પરંતુ તેમને સર્વિસ એક્સટેન્શન નથી મળ્યું. રાહીલ શરીફ બાદ જ કમર જાવેદ બાજવા પાકિસ્તાની સેનાના વડા બન્યા હતા. બાજવાએ વાતચીત દરમિયાન એવો પણ દાવો કર્યો હતો કે પનામા પેપર્સ લીકમાં તેમનું નામ સામે આવ્યા બાદ તેમણે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને રાજીનામું આપવા માટે તૈયાર કર્યા હતા. જાેકે નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ આ માટે તૈયાર નહોતી. પનામા પેપર્સ લીક ??કેસમાં નવાઝ શરીફને બાદમાં કોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા. બાજવાએ નવાઝ શરીફની ગેરલાયકાતમાં કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ કોર્ટનો ર્નિણય છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ જનરલ કમર જાવેદ બાજવાએ ગયા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાનના આર્મી ચીફના પદ પરથી રાજીનામું આપ્યું હતું. વર્ષ ૨૦૧૯માં તત્કાલીન ઈમરાન ખાન સરકારે તેમને સર્વિસ એક્સટેન્શન આપ્યું હતું. જાેકે, બાદમાં જ્યારે ઈમરાન ખાનની સરકાર પડી ત્યારે ઈમરાન ખાને કમર જાવેદ બાજવાને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા. જાન્યુઆરીમાં ઈમરાન ખાને કહ્યું હતું કે બાજવાને એક્સટેન્શન આપીને તેમણે ભૂલ કરી છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *