ન્યુ દિલ્હી
ગૃહમંત્રી અમિત શાહે પણ કોલસાની અછતને કારણે દેશમાં સર્જાય રહેલા ઉર્જા સંકટ અંગે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહ (ઇ.દ્ભ.જીૈહખ્તર) અને કોલસા મંત્રી પ્રહલાદ જાેશીએ પણ હાજરી આપી હતી. આ સાથે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (દ્ગ્ઁઝ્ર)ના અધિકારીઓ પણ જાેડાયા હતા. બેઠકમાં કોલસા સ્ટોકની સ્થિતિનું નિરીક્ષણ કરતી કોર મેનેજમેન્ટ ટીમ (ઝ્રસ્)એ ખાતરી આપી હતી કે ત્રણ દિવસ પછી કોલસાની ડીસ્પેચ પ્રતિ દીન ૧.૭ મેટ્રીક ટન સુધી પહોંચવાની શક્યતા છે. આનાથી કોલસા પુરવઠા અને વીજળીની સ્થિતિમાં સુધારો થશે.મહારાષ્ટ્ર અંધકાર તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં માત્ર બે દિવસ ચાલે તેટલો કોલસાનો સ્ટોક બાકી છે. રાજ્યના થર્મલ પાવર પ્લાન્ટમાં વીજળી પેદા કરવા માટે કોલસો નથી. અત્યારે બે દિવસ પછીની કોઈ તૈયારી નથી. પ્રયાસો ચાલુ છે. પરંતુ અત્યાર સુધી પરિસ્થિતિ એવી છે કે બે દિવસ પછી વીજળી કેવી રીતે ઉત્પન્ન થશે તેનો કોઈ પ્લાન ચાર્ટ તૈયાર નથી. મહારાષ્ટ્રના ઉર્જા રાજ્યમંત્રી પ્રાજક્ત તનપુરેએ પોતે આ વાત કહી છે. તનપુરેએ કહ્યું છે કે રાજ્યમાં માત્ર આટલો જ કોલસો છે, જેનાથી બે દિવસ ચાલે તેટલી વીજળી પેદા થઈ શકશે. જાે કે, મંત્રીએ એવી ખાતરી પણ આપી છે કે જનતા પરેશાન ન થાય. તહેવાર દરમિયાન, જનતાની માથે વીજળીનું સંકટ નાખવામાં આવશે નહીં. કોલસાની અછત અંગે તનપુરેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘દેશભરમાં થયેલી કોલસાની અછતની કટોકટીએ મહારાષ્ટ્રને પણ અસર કરી છે. કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળની કોલસાની ખાણોમાં કામ કરતા કામદારો ઓગસ્ટ મહિનામાં હડતાલ પર ઉતર્યા હતા. આ પછી મુશળધાર વરસાદમાં પણ કામ બંધ કરવામાં આવ્યું હતું. તેના કારણે કોલસાની અછતની સમસ્યા ઉભી થઈ છે. ઉર્જા રાજ્યમંત્રી પ્રાજક્ત તનપુરેએ વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમત બમણી થઈ ગઈ છે. તેની અસર થર્મલ પાવર પ્લાન્ટ્સને પુરા પાડવામાં આવતા કોલસાના પુરવઠા પર પણ પડી છે. અમે કેન્દ્ર સરકારને રાજ્યમાં કોલસાનો વધુ સ્ટોક મોકલવા અપીલ કરી છે. મહારાષ્ટ્રમાં વીજળીનું સંકટ ન આવે તે માટે અમે દરેક પ્રયાસ કરી રહ્યા છીએ. લોડ શેડિંગની જરૂર ન પડે, રાજ્ય સરકાર તેના માટે પુરતા પ્રયાસ કરી રહી છે. તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.