જમ્મુ-કાશ્મીર
જમ્મુ -કાશ્મીરના જુદા જુદા જિલ્લાઓમાં સોમવારે ત્રણ એન્કાઉન્ટરમાં જુનિયર કમિશ્ડ ઓફિસર (ત્નેર્હૈર્િ ઝ્રદ્બદ્બૈજર્જૈહીઙ્ઘ ર્ંકકૈષ્ઠીિ-ત્નર્ઝ્રં) સહિત બે આર્મી જવાનો અને બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરહદી જિલ્લા પૂંછના સુરનકોટ વિસ્તારમાં ડેરા કી ગલી (ડ્ઢદ્ભય્) નજીકના ગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. પાંચ સેનાના જવાનોની શહાદત બાદ શિવસેના અને ડોગરા મોરચાના કાર્યકરોએ સોમવારે પાકિસ્તાન વિરોધી વિરોધ પ્રદર્શન કર્યું અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સમર્થન અને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું પૂતળું સળગાવ્યું.જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં જેસીઓ સહીત પાંચ આર્મી જવાન શહીદ થયાના એક દિવસ બાદ શિવસેનાએ (જીરૈદૃ જીીહટ્ઠ) મંગળવારે કહ્યું કે આતંકવાદીઓ સાથેના મુકાબલામાં સૈનિકોના મોતનો પાંચ ગણો બદલો લેવો જાેઈએ. શિવસેનાનું મુખપત્ર ‘સામના’ (જીટ્ઠટ્ઠદ્બહટ્ઠ) એક સંપાદકીય લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે જમ્મુ -કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાે છીનવી લેતી કલમ ૩૭૦ ની વિશેષ જાેગવાઈઓ રદ થયા બાદ પાકિસ્તાનના સહાનુભૂતિઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ એવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાં અન્ય ધર્મના લોકો કાશ્મીર ખીણ પ્રદેશમાં પ્રવેશી ન શકે. તાજેતરના સપ્તાહમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે જેમાં એક અગ્રણી કાશ્મીરી પંડિત ઉદ્યોગપતિ અને એક શાળાના શિક્ષક સહિત અનેક નાગરિકો માર્યા ગયા છે. આ હત્યાઓનો ઉલ્લેખ કરતા શિવસેનાએ કહ્યું કે આવી હિંસક ઘટનાઓથી ખ્યાલ આવે છે કે શું પરિસ્થિતિ ૧૯૯૦ ના દાયકાની છે જ્યારે હજારો કાશ્મીરી પંડિતોને ખીણ છોડવાની ફરજ પડી હતી. શિવસેનાએ તેના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં લખ્યુ છે કે જ્યાં સુધી પાંચ સૈનિકોની હત્યા કરનાર આતંકવાદીઓને કચડી નાંખવામાં નહીં આવે ત્યાં સુધી ભારતીય મનને શાંતિ નહીં મળે. સુરણકોટ એન્કાઉન્ટરમાં(ઈહર્ષ્ઠેહંીિ) માર્યા ગયેલા પાંચ સૈનિકોનું લોહી સુકાઈ જાય તે પહેલા આ મોતનો પાંચગણો બદલો લેવો જ જાેઇએ.