National

તાલિબાનને સમર્થન કરનારા ૧૪ લોકોને મળ્યા જામીન

દિસપુર
દરાંગ જિલ્લાના સિપાઝારના રહેવાસી એઆઈયુડીએફના પૂર્વ મહાસચિવ અને જમીયતના રાજ્ય સચિવ મૌલાના ફજલુલ કરીમ કાસિમીને ૬ ઓક્ટોબરે ગુવાહાટી હાઈકોર્ટે જામીન આપી દીધા છે. હાઈકોર્ટના જજે જણાવ્યુ કે ફજલુલ કરીમ વિરૂદ્ધ ફેસબુક પોસ્ટને છોડીને કંઈ પણ આપત્તિજનક સામગ્રી જપ્ત કરવામાં આવી નથી અને અપરાધ સાથે જાેડાયેલો આમનો કોઈ ટ્રેક રેકોર્ડ પણ નથી. એવામાં અરજીને ધરપકડમાં રાખવાની જરૂર નથી. ગુવાહાટી હાઈકોર્ટે એક વરિષ્ઠ વકીલએ જણાવ્યુ કે મોટાભાગની પોસ્ટ્‌સ અજાણતા લાગી રહી હતી જેમાં યુએપીએ જેવી કલમની આવશ્યકતા નથી.તાલિબાની હુકૂમતને સમર્થન કરનાર અસમના પકડાયેલા ૧૬ લોકોને મોટી રાહત મળી છે. સ્થાનિક કોર્ટે ૧૪ ધરપકડ કરાયેલા લોકોને જામીન આપી દીધા છે. કોર્ટે આ લોકો વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવા ના હોવાના કારણે જામીન આપ્યા છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી એક ને છોડીને તમામ પર કઠોર યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં જામીન ઘણા મુશ્કેલ થઈ જાય છે. ગયા મહિને ૨૧ ઓગસ્ટે આસામના અલગ-અલગ જિલ્લામાં તાલિબાની શાસકોના સમર્થનમાં કેટલાક લોકોએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જે બાદ મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ પોલીસથી ડર્યા વિના અને પક્ષપાત કરેલા લોકો પર કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો હતો. જેની પર પોલીસે જુદા-જુદા સ્થળો પરથી ૧૬ લોકોની ધરપકડ કરીને આનીપર યુએપીએ હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલે સ્થાનિક કોર્ટોએ ૧૪ લોકોને જામીન આપીને મોટી રાહત આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *