નવી દિલ્હી
દેશે છેલ્લા થોડા વર્ષોમાં અંતરિક્ષ અનુસંધાનના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ૈંજીઇર્ં)ના ઘણા લોન્ચિંગ સફળ રહ્યાં છે. જાેકે કોરોનાના કારણે તેમાંથી કેટલાક અંતરિક્ષ મિશનોના કાર્યક્રમમાં થોડો વિલંબ થયો છે. દેશનું પ્રથમ સૌર મિશન ૨૦૨૨ના ત્રીજા ત્રિમાસિકમાં લોન્ચ થવાની શક્યતા છે. અગામી વર્ષે ભારતની બીજી અંતરિક્ષ લેબ એક્સપોસેટ પણ લોન્ચ થશે. બીજી તરફ ગગનયાન મિશન પણ ૨૦૨૨ના અંત કે ૨૦૨૩ની શરૂઆતમાં શરૂ થવાની શક્યતા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ૧૧ વાગ્યે ઈન્ડિયન સ્પેસ એસોસિએશન(ૈંજીॅછ)નું વરચ્યુઅલી ઉદઘાટન કરશે. આ દરમિયાન તે સ્પેસ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા લોકો સાથે વાત કરશે. રવિવારે ઁસ્ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યુ કે તેમને આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરતા ખૂબ જ ખુશી થઈ રહી છે. તેમણે લખ્યું કે મને ખુશી છે કે હું્ સ્પેસ સેક્ટરના મહાનુભવોને મળવાનો છું. જે લોકોને સ્પેસના વિશ્વ અને નવા સંશોધનમાં રુચિ છે, તેમણે ગઈકાલનો કાર્યક્રમ જરૂર જાેવો જાેઈએ. ઁસ્ર્ંના જણાવ્યા મુજબ, ૈંજીॅછ સ્પેસ અને સેટેલાઈટ કંપનીઓનું એક પ્રીમિયર ઈન્ડસ્ટ્રી એસોસિએશન છે. આ ગ્રુપ ભારતની સ્પેસ ઈન્ડસ્ટ્રીની ઓળખ બનાવશે. તે સરકાર અને એજન્સીઓને આ ક્ષેત્રમાં યોજનાઓ બનાવવા અને આ સેક્ટર સાથે જાેડાયેલા લોકો સાથે સમન્વય સ્થાપિત કરવામાં મદદ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઁસ્ મોદી આર્ત્મનિભર ભારતના સપનાને અનુરૂપ ૈંજીॅટ્ઠ ભારતને આર્ત્મનિભર બનાવવા, ટેકનિકલ રૂપથી આગળ વધારવા અને અંતરિક્ષ ક્ષેત્રનો અગ્રણી દેશ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. ૈંજીॅછના સંસ્થાપક સભ્યોમાં લાર્સન એન્ડ ટુબ્રો, નેલ્કો(ટાટા ગ્રુપ), વનવેબ, ભારતી એરટેલ, મેપમાયઈન્ડિયા, વાલચંદનાગર ઈન્ડસ્ટ્રી, અનંત ટેક્નોલોજી લિમિટેડ સામેલ છે. તેના અન્ય સભ્યોમાં ગોદરેજ, અજિસ્ટા-બીએસટી એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ, મ્ઈન્, સેન્ટમ ઈલેક્ટ્રાનિક્સ એન્ડ મેક્સર ઈન્ડિયા સામેલ છે.