Maharashtra

૧૫ ઓકટોબર જબરદસ્ત વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થશ

મુંબઈ
કોરોનામાં કોઈ પણ ફિલ્મ ન રીલીઝ થઈ ત્યારબાદ વેબ સિરીઝ અને ઓટીટી નો જમાનો સામે આવ્યો હતો ઓકટોબર મહિનામાં કેટલીય વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થઈ છે. આ બધી વેબ સિરીઝ અને ફિલ્મો તેના કન્ટેન્ટ અને સ્ટાર કાસ્ટને કારણે ચર્ચામાં છે. ફેન્સ તેમની રિલીઝની આતૂરતાપૂર્વક રાહ જાેઈને બેઠાં છે.ડિઝની પ્લસ હોટસ્ટારની આ સિરીઝમાં ‘કૂકરે’ ફેમ રિચા ચીંર્ા અને ‘સ્કેમ ૧૯૯૨’ ફેમ પ્રતિક ગાંધી જાેવા મળશે. આ સિરીઝને ‘સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર’ ફેમ તિગ્માંશુ ધૂલિયાએ ડિરેકટ કરી છે. જનરલ ડાયરની હત્યા કરીને જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેનારા સરદાર ઉધમ સિંહની બાયોપિક ‘સરદાર ઉધમ’ ૧૬ ઓકટોબર ૨૦૨૧ના એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં છે અને તેના ડિરેકટર શૂજિત સરકાર છે જેમણે ‘પિંક’, ‘મદ્રાસ કેફે’ અને ‘પિકૂ’ જેવી ફિલ્મો બનાવી છે. ફિલ્મ ‘મૈદાન’ ૧૫ ઓકટોબરે થિએટરમાં રિલીઝ થવાની છે જેમાં અજય દેવગણ ભારતીય ફૂટબોલ કોચ સય્યદ અબ્દુલ રહીમનો રોલ ભજવી રહ્યો છે. ‘ફેમીલી મેન’ ફેમ પ્રિયમણી આ ફિલ્મની લીડ એકટ્રેસ છે. ડિરેકટર અમિત શર્માએ આ ફિલ્મના માધ્યમથી ભારતીય ફૂટબોલ ટીમના સુવર્ણ સમયને દર્શાવ્યો છે. સ્પોર્ટ્‌સ-ડ્રામા ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ ૧૫ ઓકટોબરે ઝીફાઈવ પર રિલીઝ થઈ રહી છે. તાપસી પન્નુ આ ફિલ્મમાં કચ્છની કાલ્પનિક દોડવીરના રોલમાં છે. ફિલ્મમાં ‘રશ્મિ’ વાર્તા છે જે એથ્લીટ બને છે અને જેન્ડર ટેસ્ટમાં ફેઈલ થયા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. રશ્મિ ત્યારબાદ ઓન અને ઓફ ટ્રેક પોતાની લડાઈ લડે છે. નેટફ્લિકસે પહેલાં જ આ સિરીઝની બીજી સીઝન અંગે જણાવ્યું હતું, જે ઓકટોબર ૨૦૨૧માં આવી શકે છે. આ શોની પહેલી સીઝન નેટફ્લિકસની સૌથી વધુ જાેવાયેલી સિરીઝમાંથી એક હતી. ચાહકોને બીજી સીઝન પહેલાં કરતા પણ વધુ રોમાંચક હોવાની આશા છે. નેટફ્લિકસની લોકપ્રિય સિરીઝ ‘લિટલ થિંગ્સ’ની ચોથી અને છેલ્લી સીઝન ૧૫ ઓકટોબર ૨૦૨૧ના રિલીઝ થવાની છે. ‘લિટલ થિંગ્સ’ યુવાનોમાં એટલા માટે લોકપ્રિય બની છે કેમકે તે રિલેટેબલ છે અને અર્બન લાઈફને સુંદર રીતે દર્શાવે છે. ચોથી સીઝનમાં કપલ ધ્રુવ અને કાવ્યા રિલેશનશિપ, કરિયર અને મહત્વાકાંક્ષા માટે ઝઝૂમતા જાેવા મળશે. આ સીઝનમાં રોમેન્સ, કોમેડી અને ઇમોશન્સનો ભરપૂર ડોઝ જાેવા મળશે. નિર્દેશક નીરજ પાંડેએ પહેલાં જ કહી દીધું હતું કે ‘સ્પેશ્યલ ઓપ્સ ૧.૫’આવવાની છે. ઓકટોબરના એન્ડમાં તેની રિલીઝ થવાની શકયતા છે શોમાં કે.કે. મેનન હિંમત સિંહના રોલમાં જાેવા મળશે. આ વખતની સીઝનનું નામ જ સ્પેશ્યલ ઓપ્સ ૧.૫ ધ હિંમત સ્ટોરી’ છે એટલે કે તેમાં લીડ કેરેકટરની વાર્તા જાેવા મળશે. ડિઝની પ્લસ હોટસ્ટારની આ સિરીઝનો પહેલો ભાગ માર્ચ ૨૦૨૦માં રિલીઝ થયો હતો જેમાં દ્યણાં બધા કલાકારો જાેવા મળ્યા હતા. નીરજ પાંડે થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતાં છે એટલે આ સિરીઝનો મોટો ચાહક વર્ગ ઊભો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *