Gujarat

ગીર સોમનાથના ઉનામાં શહેર મા બને કોમના નેતા અને ધારાસભ્ય સહિતના નેતાઓ સાથે શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

ગીર-સોમનાથ
રામ નવમીના દિવસે ઉના શહેર મા કાજલ હિન્દુસ્તાની દ્વારા અપાયેલા વિવાદાસ્પદ ભાષણ બાદ બીજા દિવસે ઉના શહેર મા એક ચોક્કસ કોમના ટોળા એકઠા થયા હતા અને પોલીસે આખરે વિવાદાસ્પદ નિવેદન મામલે ગુનો દાખલ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. જાે કે આજે આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા ના અધ્યક્ષ સ્થાને શહેર મા બને કોમના નેતા અને ધારાસભ્ય સહિતના નેતાઓ સાથે શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ બેઠક અશાંત બની અને બેઠકમાં જ બાબલ મચી ગઇ હતી. ત્યાર બાદ ઉના શહેર ટપોટપ બંધ થવા લાગ્યું અને વાતાવરણ તંગ બન્યું હતું. ત્યારબાદ ફરી એકવાર ગીર સોમનાથ ઇન્ચાર્જ જॅ શ્રીપાલ શૈષ્મા અને ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની તત્કાલ બેઠક યોજાઇ જેમાં બને કોમના નેતાઓ સામે ગળે મળ્યા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરાઈ છે. એટલું જ નહિ શાંતિ જાણવવા પણ અપીલ કરવામાં આવી છે. આમતો છેલ્લા ત્રણ દિવસથી ઉના શહેર પોલીસ છાવનીમાં ફેરવાયું છે. ઇન્ચાર્જ પોલીસ અધ્યક્ષ શ્રીપાલ શૈષ્માનું કહેવું છે કે, રામ નવમીના દિવસે કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. જેમને લઈ મામલો ગરમાયો હતો. જેના કારણે અમે શાંતિ સમિતિની બેઠક યોજી હતી, પણ તેમાં પર્સનલ પ્રોબ્લેમને લઈ અમુક લોકો વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ અમે બન્ને કોમના પાંચ પાંચ નેતા ને બોલાવ્યા અને મામલો થાળે પાડ્યો. જીॅએ વધુમાં જણાવ્યું કે, અમે નેતાઓને કહ્યું છે કે તે ફરિયાદ આપે તો અમે કાજલ હિન્દુસ્તાની સામે એફઆઈઆર દાખલ કરી કડક કાર્યવાહી કરીશું. મળતી વિગતો પ્રમાણે રામ નવમીના દિવસે ઉના શહેર મા કાજલ હિન્દુસ્તાની દ્વારા અપાયેલા વિવાદા સ્પદ ભાષણ બાદ બીજા દિવસે ઉના શહેરમાં એક ચોક્કસ કોમના ટોળા એકઠા થયા હતા અને પોલીસે આખરે વિવાદા સ્પદ નિવેદન મામલે ગુનોહ દાખલ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *