મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો
સંકલ્પ છે કે ખેડૂતોની આવક બમણી થાય. આ માટે તેમની ઉપજનો પોષણક્ષમ ભાવ મળે જેથી દેશના ખેડૂતો આત્મનિર્ભર
બનીને દેશને આત્મનિર્ભર બનાવવામાં પોતાનું મહત્તમ યોગદાન પ્રદાન કરે. ઉપરાંત ખેડૂતોના લાભ માટે વાવણી પહેલા જ
વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા ટેકાનો ભાવ નક્કી થાય છે અને તે મુજબ ખરીદી કરવામાં આવે છે.
વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ટેકાના ભાવની ખરીદ વ્યવસ્થાને મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ પારદર્શક રીતે અમલમાં મૂકવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા ટેકાના
ભાવે સમયસર ખરીદી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ પ્રતિદિન ૧૨૫ મણની ખરીદી કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ એ.પી.એમ.સી. ખાતે ચાલી રહેલી ચણાની ખરીદી બાબતે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ તકે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી જગાભાઈ ચાવડા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી નથુભાઈ
ચાવડા, ખંભાળિયા યાર્ડના પ્રમુખશ્રી પી.એસ.જાડેજા, ભાટીયા એ.પી.એમ.સી.ના પ્રમુખશ્રી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


