મુંબઈ
કપિલ કહે છે એ ખુબ જ કપરો સમય હતો. એ સમયે મારી પત્નિ ગિન્ની ચતરથ મારી સોૈથી મોટી તાકાત બની હતી. એ મુશ્કેલ સમયમાં ગિન્નીએ મને ખુબ સાથ સહકાર આપ્યો હતો. મારે શો બંધ કરવાનો સમય આવ્યો એ મુશ્કેલી ભર્યા સમયમાં પણ ગિન્ની સાથે હતી. એ સમયે મેં લોકો પર ભરોસો કરવાનું બંધ કરી દીધું હતું. તેઓ મારા મોઢા પર કંઇક કહેતા હતા અને પીઠ પાછળ કંઇક જુદૂ જ બોલતા હતા. એ ખરાબ સમયમાં પત્નિએ મને લાગણીની દ્રષ્ટીએ પણ મોટો ટેકો આપ્યો હતો. માતા પણ સતત મારી સાથે હતાં. કપિલ કહે છે હવે ખરાબ સમય ખતમ થઇ ગયો છે. શોની ત્રીજી સિઝન ધમધોકાર ચાલી રહી છેટીવી પરદાના લોકપ્રિય શો ધ કપિલ શર્મા શો દ્વારા બધાને હસાવતાં કપિલ શર્માને આજે દરેક ઘરમાં નાના મોટા સો કોઇ ઓળખતા થઇ ગયા છે. પાંચ વર્ષ પહેલા આ શો શરૃ થયો તે સાથે જ કપિલે ખુમ મોટી સફળતા મેળવી લીધી હતી. લોકપ્રિયતાની ટોચે તે પહોંચી ગયો હતો. પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો કે કપિલને શો બંધ કરવો પડ્યો હતો.


