હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
તારીખ ૧/૪/૨૦૨૩ ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.ડી.ભાંભી સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીની આર.એમ.જીંજાળા સાહેબ માર્ગદર્શન મુજબ મોડલ સ્કૂલ ગોરખમઢી પ્રિન્સિપાલ રમા બેન તેમજ શિક્ષકો અને હોસ્ટેલ સંચાલકના સહયોગથી પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેંટર યોજના કાઉન્સિલર કરગઠીયા રસીલાબેન દ્વારા સખી વન સ્ટોપ સેંટર અને જિલ્લા રોજગાર કચેરી તેમજ ઓલ્ડ એજ હેલ્પ લાઇનના સાથે સંકલન કરીને જાગૃતિ કાર્યક્રમનું આયોજન મોડેલ સ્કૂલ ગોરખમઢી ખાતે કરેલ. જેમાં વિધાર્થીનીઓને મહિલા સહાયતા યોજના જેમાં કોઇ પણ દિકરી કોઇ સમસ્યાનો ભોગ બને તો કાઉન્સિલીંગ દ્વારા મદદની સંપૂર્ણ માહિતી આપી હતી. .આ સાથે જ સખી વન સ્ટોપ સેંટર કેંદ્ર સંચાલક અંજનાબેન બારડ દ્વારા ઘરેલું હિંસથી પીડિત મહિલા ને આશ્રય તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત વિવિધ યોજનાઓની માહિતી અને ઉપસ્થિતિ જિલ્લા રોજગાર કચેરી દ્વારા કારકિર્દી માગૅદશૅન કે. એસ. રામ દ્વારા અને એલ્ડર હેલ્પ લાઈન વિશે ગઢીયા અલ્પેશભાઇ દ્વારા વૃદ્ધનો મદદ માટે વિગતે માહિતી આપી હતી.


