Gujarat

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો

*કલેક્ટર તરીકે વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળતા પહોંચ્યા અંબાજી મંદિર માઁ અંબાના ચરણે*
        બનાસકાંઠા જિલ્લાના નવા નિયુક્ત કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળી લીધો છે. વર્ષ- ૨૦૧૪ની બેચના IAS અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસરના વતની છે અને MIT કોલેજ પૂણેથી એન્જીનિયરીંગનો અભ્યાસ કરેલો છે.
         બનાસકાંઠા કલેક્ટર વરૂણ બરનવાલે આ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાોઓમાં સેવાઓ આપી છે. તેમણે મદદનીશ કલેક્ટર ઝઘડીયા, જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રાજકોટ અને PGVCL ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રશસંનીય સેવાઓ આપી છે.  વરૂણકુમાર બરનવાલનું બનાસકાંઠા કલેક્ટર તરીકે આગમન થતાં અધિકારીઓએ તેમને આવકાર્યા હતા.
*બોક્સ..*
*બનાસકાંઠા જિલ્લાના ચાર્જ સંભાળતા કલેકટર પહોંચ્યા માતાજીના ચરણે આશીર્વાદ લેવા*
 બનાસકાંઠા જિલ્લાના નવા કલેકટર યાત્રાધામ અંબાજી મંદિરે માતાજી ના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. હાલમાં બનાસકાંઠા જિલ્લાના કલેકટર આનંદ પટેલ ની રાજકોટ ખાતે બદલી થતાં રાજકોટ પીજીવીસીએલ થી વરૂણકુમાર બરનવાલ ની બદલી બનાસકાંઠા કલેક્ટર ખાતે થઈ છે. ત્યારે આજે નવા કલેક્ટર વરુણ કુમાર બરનવાલ અંબાજી પહોંચ્યા હતા.  પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર નો પદ સંભાળતા આજે સવારે માતાજીના દર્શન કરવા અંબાજી મંદિર પહોંચ્યા હતા. માતાજીના ચરણોમાં શીશ નમાવી બનાસકાંઠા જિલ્લાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230403-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *