રાણપુરમાં સી.એસ.ગદાણી હાઈસ્કુલમાં વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ટેક્ષસ્પીન બેરીંગ કંપનીના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા,ધારાસભ્ય કાળુભાઇ ડાભી , બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા….
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિધાર્થીઓ ના સર્વાંગી વિકાસ માટે બોટાદ જીલ્લાના રાણપુરમાં શ્રીમતી ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલ ખાતે વાર્ષિક ઉત્સવ ની ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી જેમા સ્કુલના વિદ્યાર્થીઓ દ્રારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરીને હાજર સૌ કોઈના દીલ જીતી લીધા હતા.આ કાર્યક્રમમાં લાઠીદડ થી શાંતિસ્વામી,હરીપ્રકાસ સ્વામી,રામ સ્વામી,લોયાધામથી ભજન સ્વામી, નિર્ગુણ સ્વામી,નાગનેશ ધામથી પૂજ્ય મહામંડલેશ્વર 1008 પતિતપાવનદાસજી બાપુ, ટેક્ષસ્પીન બેરીંગના માલિક વિશાલભાઇ મકવાણા,નરેન્દ્રભાઈ દવે,પ્રદેશ કારોબારી સભ્ય ભાજપ,વિનોદભાઈ સોલંકી-પ્રમુખ રાણપુર તાલુકા પંચાયત,ડો.જગદીશભાઈ પંડયા-પ્રમુખ રાણપુર શહેર ભાજપ,હરીભાઇ સભાડ-મહામંત્રી રાણપુર શહેર ભાજપ, હરેશભાઇ જાંબુકીયા-ઉપ.પ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ,દિલિપભાઇ સાબવા-ચેરમેન વિવેકાનંદ સ્કૂલ,ધીરૂભાઈ ગદાણી વગેરે આમંત્રિત મહેમાનો એ દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શુભ શરૂઆત કરી હતી સંસ્થાના સ્થાપક સંજીવભાઇ ગદાણી એ દરેક મહાનુભાવો તથા વાલીઓ નુ શાબ્દિક સ્વાગત કર્યુ હતું તેમજ કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા વર્ષ 2023 – 2024 મા ધોરણ 9 થી 12 ની તમામ દિકરીઓની 50% ફી માફી ની જાહેરાત કરી હતી.આ તકે વાર્ષિક ઉત્સવના અધ્યક્ષ અને ટેક્ષસ્પીન બેરિંગના માલીક ભુપેન્દ્રભાઈ ચુનીલાલ મકવાણા,ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી , બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઇ પટેલ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી સુરેશભાઇ ગોધાણી સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા.સંતોએ દરેક ને આશિર્વાદ પાઠવ્યા હતા.ભારતીય સંસ્કૃતિ ને શોભે તેવી અદ્દભુત વિવિધ કૃતિઓ વિધાર્થીઓ દ્રારા રજૂ કરવામાં આવી હતી દરેક કૃતિ મા કોઇને કોઇ બોધ અથવા સંદેશ પબ્લિક ને મળતો હોય તેવા કાર્યક્રમ રજુ થયા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી ને દરેક આમંત્રિત મહેમાનોએ અને સંતોએ તથા વાલીઓએ વિધાર્થીઓને ખુબ પ્રોત્સાહિત કર્યા હતા
આતકે સંસ્થા મા અભ્યાસ કરીગેયલ વિધાર્થીઓ CA રમણીકભાઇ ઝાલા,CA નેન્સીબેન શાહ ,ડો.કિશોરભાઈ પાટડીયા,કોમ્પ્યુટર એન્જિનિયર દેવર્ષભાઇ ગદાણી,બેન્ક ઓફ ઇન્ડિયા મા હેડકેશીયર મનિષભાઈ જાદવ ,ઇન્ડિયન નેવીના નયનભાઇ ગાબુ નુ પૂજ્ય સંતોના હાથે સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનુ આયોજન ટ્રસ્ટી રેખાબેન ગદાણી એ કર્યુ હતુ અને સંચાલન આચાર્ય તથા શિક્ષકમિત્રોએ કર્યુ હતુ કાર્યક્રમના અંતે ટ્રસ્ટી રાજીવભાઈ ગદાણી એ દરેક વ્યક્તિ નો આભાર માન્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


