લીલીયા મોટા ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર રજત જયંતિ મહોત્સવ નું આયોજન ની તડામાર તૈયારી આજથી શરૂ રજત જયંતિ મહોત્સવ ના સમર્થનમાં રાજકોટ થી પ્રસ્થાન થયેલ બાઈક રેલી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા લીલીયા મોટા ખાતે સમગ્ર કડવા પાટીદાર સમાજના કુળદેવી અને સમગ્ર પંથકના લોકોનું આસ્થાના કેન્દ્ર સમાન શ્રી ઉમિયા માતાજી મંદિર ના 25 વર્ષ પૂર્ણ થતા તારીખ 7 એપ્રિલ થી 10 એપ્રિલ ચાર દિવસ ભવ્ય થી ભવ્ય રીતે રજત જયંતિ મહોત્સવ આયોજન કરવા માં આવી રહ્યું હોય સમગ્ર કાર્યક્રમના પ્રમુખ વજુ ભાઈ ગોલ અને ઉમિયા મંદિર લીલીયા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ ધામત ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી મહોત્સવ સમિતિ દ્વારા ઉમિયા રથનું આયોજન કરવામાં આવેલ આ રથ યાત્રા જુદા જુદા 76 જેટલા ગામોમાં ફરી હતી આજે વહેલી સવારે રજત જયંતિ મહોત્સવ ના સમર્થનમાં રાજકોટ થી ઉમિયા રથ સાથે એક વિશાળનું બાઈક રેલી પ્રસ્થાન કરવામાં આવેલ આ રેલી આટકોટ બાબરા અમરેલી થી લીલીયા બપોરના બે કલાકે પહોંચી હતી પૂજાપાદર લીલીયા શહેરના માર્ગોમાં ઉમિયા માના ગગનભેદી નાદ સાથે ફરી રજત જયંતિ મહોત્સવ ઉજવણી સ્થળ પર પહોંચી હતી આ બાઈક રેલીમાં 2000 કરતા વધારે યુવાનો જોડાયા હતા અને બાઈક રેલીનું ઉમિયા મંદિર ટ્રસ્ટ પ્રમુખ બાબુભાઈ ધામત તેમજ ટ્રસ્ટીઓ સહિત સમગ્ર કડવા પાટીદાર સમાજે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમના સમાપન પ્રસંગે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા