(રાજ્ય સરકારના સ્વચ્છ ગુજરાત મિશનમાં પ્રશાસન જ નિષ્ક્રિય)
(18 જેટલાં ગામડાઓમાં શુભ મુહર્તની રાહ જોતી ઈ રીક્ષા)
ધ્રાંગધ્રા : (હિતેશ રાજપરા)
રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ગુજરાત મિશન અર્થે શહેર અને ગામડાઓમાં લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. ડોર ટૂ ડોર રીક્ષા, ભૂગર્ભ ગટર, વેસ્ટ મેનેજમેન્ટ અને ટ્રીટમેન્ટ જેવા તબક્કા વાર પગલાંઓ થકી સરકાર સ્વછતા માટે કટીબદ્ધ બની કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. ધ્રાંગધ્રા તાલુકામાં પણ ગામડાઓમાં ડોર ટૂ ડોર કચરાનાં નિકાલ માટે ટેન્ડર દ્વારા ઈ રીક્ષાની ખરીદી કરી 18 જેટલાં ગામડાઓમાં ઈ રીક્ષા ફાળવવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો છે જો કે સૂત્રો ની માહિતી આ ટેન્ડરમાં જ મોટો ભ્રસ્ટ્રાચાર આચરી સસ્તા ભાવની ઈ રીક્ષાને મોંઘા ભાવે ખરીદીને ગામડાઓમાં મુકવામાં આવી હોવાનો નિર્દેશ કરે છે પણ હાલ મહત્વ ની વાત એ છે કે મોટાભાગના ગામડાઓમાંથી ગામવાસીઓ ઈ રીક્ષા લાવ્યા ત્યાર ની એ જ પરિસ્થિતિમાં હોવાના લીધે શુભ મુહર્ત ની રાહ જોઈ રહી હોવાનું જણાવી રહ્યા છે. લાખો રૂપિયાનો બેફામ બગાડ થતો જણાઈ રહ્યો છે અને સરકાર નાં સ્વચ્છ ગુજરાત મિશન માંટે તાલુકા પંચાયત પ્રશાસનને જ રસ ન હોય તેવું ચિત્ર હાલ ગામડાઓમાં દેખાઈ રહ્યું છે.