Gujarat

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અંઘાડી દ્વારા ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું

શાળાના વિદ્યાર્થી—વિદ્યાર્થીનીઓને તમાકુનું સેવન તથા ધ્રુમ્રપાન ન કરવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવી
મકસુદ કારીગર,કઠલાલ
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય  અધિકારી ડૉ. વી.એસ. ધ્રુવે તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ ગળતેશ્વર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અંઘાડી દ્વારા તમાકુના સેવન અને  ધ્રુમ્રપાન નિયંત્રણ  વિષય પર તાલુકા શાળા, સેવાલિયા ગામ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના વિદ્યાર્થી—વિદ્યાર્થીનીઓને તમાકુ ચાવવાથી કે ખાવાથી કે તેનું ધ્રુમ્રપાન કરવાથી શરીરને શું-શું અસર થાય છે તે  વિશે જાણકારી અને સમજ આપવામાં આવી હતી. તેમજ તાલુકા શિક્ષક મિહિરભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થી—વિદ્યાર્થીનીઓને તમાકુ ચાવવા કે ખાવા કે તેનું ધ્રુમ્રપાન ન કરવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.
ઉપરાંત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર આવેલ વિદ્યાર્થી—વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અંઘાડીના સુપરવાઈઝર શૈલેષ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *