Gujarat

અમદાવાદની આ કોલેજમાં લાખોનો રોબોટિક્સ એન્જિનિયરિંગનો કોર્સ વિદ્યાર્થિનીઓ માટે એકદમ ફ્રી કરાયો

અમદાવાદ
અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનીકમાં વિદ્યાર્થિનીઓ માટે આ કોર્સ મફતમાં ભણાવવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થીઓ માટે પણ બહુ જાજી ફી નથી. નજીકના સમયમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઓટોમેશન અને રોબોટિક્સની ડિમાન્ડ વધવાની છે. ત્યારે રાજ્ય સરકાર તેમજ અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેક્નિક આઇસી વિભાગના પ્રોજેક્ટ અને ઇનોવેશન ક્લબ અને કેન્દ્ર સરકારના છૈંઝ્ર્‌ઈ ના સહયોગથી ગુજરાતમાં ઓટોમેશન એન્ડ રોબોટિક્સ કોર્સ શરૂ થયો છે. આ જ કોર્સ વિદેશમાં જઈ શિખવા માટે યુવાઓ ૪૦થી ૫૦ લાખ રુપિયા ખર્ચ કરતા હોય છે. એ જ કોર્સ વિદ્યાર્થીઓને આ મફતના ભાવે શીખવા મળે છે. આમ તો એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ કમ્પ્યુટર એન્જીનિયરિંગ, સિવિલ એન્જીનિયરિંગ, મિકેનિકલ એન્જીનિયરિંગ, ઇલક્ટ્રિકલ એન્જીનિયરિંગ, ઇન્સ્ટ્રૂમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ, બાયોમેડીકલ એન્જીનિયરિંગ, ઓટો મોબાઈલ એન્જીનિયરિંગ જેવા કોર્સ પસંદ કર્તા હોય છે. પણ હવે પોલિટેકનીકમાં ઓટોમેશન અને રોબોટિક્સ એન્જીનિયરિંગ જેવા કોર્સ પસંદ કરતા હોય છે. આ અંગે અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેક્નિક આઇસી વિભાગના પ્રોજેક્ટ અને ઇનોવેશન ક્લબ અને કેન્દ્ર સરકારના છૈંઝ્ર્‌ઈ ના સહયોગથી ગુજરાતમાં ઓટોમેશન એન્ડ રોબોટિક્સ કોર્સ થયો છે. ગવર્મેન્ટ પોલિટેક્નિક અમદાવાદ વિદ્યાર્થીનીઓને ઓટોમેશન અને રોબોટિક્સનો કોર્સ મફત ભણાવશે. જ્યારે વિધાર્થીઓ ૧૫૦૦રૂપિયા ફી ભરી આ કોર્સ કરી શકશે. આ કોર્સ ૩ વર્ષનો છે. કોર્સ પત્યા પછી જાણીતી પ્રિમિયમ કંપનીઓ કેમ્પસ ઈન્ટરવ્યુ કરે છે. આ કોર્સ ૩ વર્ષનો છે. કોર્સ પત્યા પછી જાણીતી મોટી કંપનીઓ અહીં કેમ્પસ ઈન્ટરવ્યુ કરે છે. મહત્વનું છે કે હવેનો યુગ સાયન્સ અને ટેકનોલોજીનો છે. તેવામાં પણ રોબોટિક્સ અને ઓટોમેસન એન્જિનિયરિંગનો કોર્સ નજીવા દરે ભણવા મળતો હોય ત્યારે ધોરણ ૧૦ પછી આ દિશામાં પણ કારકિર્દી બની શકે તે પ્રમાણે વિદ્યાર્થીઓએ વિચારવું જાેઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *