મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવેલ વવાણિયા ગામે માતૃશ્રી રામબાઇમાં મંદિર ખાતે તા.૦૯-૦૪-૨૦૨૩ના રોજ
સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે નિ:શુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર લવ
એન્ડ કેર સંસ્થાના સહયોગથી યોજવામાં આવેલ આ કેમ્પમાં ભારતભરના અને વિદેશના વિશેષજ્ઞ દ્વારા નિ:શુલ્ક તપાસ અને
ઉપચાર કરવામાં આવશે.
આ કેમ્પમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, વિક્લાંગ ચિકિત્સા, પ્રસૂતિ અને સ્ત્રીરોગ ચિકિત્સા, બાળરોગ ચિકિત્સા,
બાળકોના ઓપરેશન, હ્રદયરોગ ચિકિત્સા, કેન્સર ચિકિત્સા, લોહીના કણોની ચિકિત્સા, કાન- નાક અને ગળાની ચિકિત્સા,
ચામડીના રોગની ચિકિત્સા, પ્રોસ્ટ્રેટ ચિકિત્સા, કિડની ચિકિત્સા, કરોડરજ્જુ અને હાડકાની ચિકિત્સા, આંતરડાની ચિકિત્સા,
જ્ઞાનતંતુ ચિકિત્સા (ન્યુરોલોજી), ફેફસાની ચિકિત્સા, માનસિક રોગની ચિકિત્સા, નેત્રરોગ ચિકિત્સા, દાંતના રોગની ચિકિત્સા,
રેડિયોલોજી, પેથોલોજી લેબ, ફાર્મસી, ફિઝીયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, પોષણ મૂલ્યાંકન અને સ્વાસ્થ્ય જાગૃતિ વગેરે
સેવાઓ નિ:શુલ્ક આપવામાં આવશે.
વધુ માહિતી મો.+91 94844392૩2 પર સંપર્ક કરવા તથા આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો મોરબી જિલ્લા સહિત સમગ્ર
સૌરાષ્ટ્રની જનતાને લાભ લેવા હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય દ્વારા અપીલ કરવામાં આવી છે.
