હાર્દિક કાનાબાર પ્રાચી
છેલ્લા 25 વર્ષથી આ મંદિરે ચૈત્ર માસ ની તેરસ ના દિવસે હવન યજ્ઞ કરવામાં આવે છે…
પ્રાચી તીર્થ..
.સુત્રાપાડા તાલુકા ના પ્રાંચી તીર્થ ખાતે ના ખોડીયાર નગરમાં આવેલ શ્રી મેલડી માતાજી મંદિરે હવન યજ્ઞ દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહુતિ, બિંડુ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સાથે સાથે બાળકોને બટુક ભોજન તેમજ કુંવારિકાઓ ભોજન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરે ભક્તો જનો એ દર્શન લાભ પણ લીધો હતો અને છેલ્લા 25 વર્ષથી આ મંદિરે ચૈત્ર માસ દશમ ના દિવસે હવન યજ્ઞ કરવામાં આવે છે અને સાંજે ભક્તિ કીર્તન ના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે યજમાન પદે રાવળ દેવ કનુભાઈ બચુભાઈ સોઢા, રાવળદેવ અરવિંદભાઈ કનુભાઈ સોઢા, રાવળદેવ ભગતભાઈ કનુભાઈ સોઢા તથા સોઢા પરિવાર આ યજ્ઞમાં જોડાયા હતા….


