તસ્વીર : રેહાન પટેલ છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના વિશ્વ વિખ્યાત પીઠોરા પેઈન્ટર પરેશ રાઠવાને આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે રહેતા અને વર્ષોથી આદિવાસીઓના દેવ બાવાદેવ પીઠોરાના લખારા પરેશ રાઠવાને કેન્દ્ર સરકાર દ્વારા 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.આજરોજ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે એવોર્ડ સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે કળા ક્ષેત્રે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર પીઠોરા કલાકાર પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લાના સૌ પ્રથમ વ્યક્તિને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. જેને લઇને જિલ્લા વાસીઓ અને ખાસ કરીને આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે.


