નવીદિલ્હી
કપડાં ધોવા માટે લોકોએ ખુબ મહેનત કરવી પડે છે. આથી કોઈ સમજદાર અને મહાન વ્યક્તિએ વોશિંગ મશીનની શોધ કરી નાખી. જેનાથી લાઈફ તો સરળ બની પરંતુ અનેકવાર નાનકડી ભૂલ પણ ખુબ નુકસાન પહોંચાડી દે છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જાેવા મળી રહ્યું છે કે કેવી રીતે એક વોશિંગ મશીનમાં જબરદસ્ત વિસ્ફોટ થાય છે. વાત જાણે એમ છે કે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટના સ્પેનની હોવાનું કહેવાય છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે એક રૂમમાં વોશિંગ મશીન છે અને તે ચાલુ છે. તેમાં કેટલાક કપડાં છે. આથી તેની સ્વિચ ઓન પણ જાેવા મળી રહી છે. તે સમયે એક વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે. તે વ્યક્તિ દરવાજાે ખોલીને રૂમની બહાર જાય છે અને બીજી જ પળે તે મશીનમાં એટલો મોટો અને ભયંકર વિસ્ફોટ થાય છે કે જાેનારાના રૂવાંડા ઊભા થઈ જાય. આ વિસ્ફોટ એવા સમયે થયો જ્યાં વ્યક્તિ એ રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. જાે તે રૂમમાં હોત તો કદાચ અનહોની થઈ શકી હોત. એવું કહેવાય છે કે જે કપડાં મશીનમાં નાખવામાં આવ્યા હતા તેમાં કઈંક સામાન રહી ગયો હતો અને આ સામાનના કારણે મશીનમાં ગડબડી શરૂ થઈ ગઈ. જેના લીધે વિસ્ફોટ થયો. પહેલા તો તેણે કપડાં મશીનમાંથી બહાર ફેંક્યા અને ત્યારબાદ બીજી જ પળે વિસ્ફોટ થઈ ગયો. જાે કે એ વાતની પુષ્ટિ નથી થઈ કે મશીનમાં પડેલા કપડાંમાં શું સામાન હતો. પરંતુ આ વીડિયો લોકો માટે એક પાઠ જરૂર છે.


