Gujarat

તા.૯ એપ્રિલના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ 100 મીટરના વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધ

આગામી તા. 09/04/2023ને રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષા શાંતિથી લેવાય તથા કાયદો અને વ્યવસ્થાની
પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પરીક્ષા કેન્દ્રોના આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈ વ્યક્તિને પ્રવેશવા પર પ્રતિબંધ
ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવેશ એન ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
તા.9 એપ્રિલના રોજ બપોરના 12:00 કલાકથી 14:00 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં
કોઈ વ્યક્તિએ પ્રવેશ કરવો નહી. આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, ફરજ ઉપર હોય તેવા
અધિકારીશ્રી કે કર્મચારીશ્રીને, પરિક્ષાર્થીને, પરીક્ષા કેન્દ્ર ઉપર ફરજ પર હોય તેવા શૈક્ષણિક સ્ટાફને, પોલીસ વિભાગ, ગુજરાત
પંચાયત સેવ પસંદગી મંડળે અધિકૃત કરેલ અધિકારીશ્રીને પરવાનગી આપેલ હોય તે વ્યક્તિને લાગુ પડશે નહિ. ઉપરોક્ત
પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ- 188 હેઠળ સજાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *