Gujarat

કીંગ ઓફ સાળંગપુરધામ ખાતે હનુમાન જયંતી ઉજવણી અંતર્ગત

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુજરાતનું સૌથી મોટુ હાઇટેક ભોજનાલય નુ દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરાયુ..

એક સાથે 4 હજાર લોકો ભોજન લઈ શકે અને 1 કલાકમાં 20 હજાર લોકો માટે ગરમા-ગરમ ભોજન તૈયાર થાય તેવા આધુનિક સુવિધા થી સજ્જ ભોજનાલય શરૂ…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત બોટાદ જીલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ  ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી  “ હનુમાન જયંતી” ઉત્સવ એવં “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ” તથા ગુજરાતનું સૌથી મોટુ હાઇટેક “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય-દિવ્ય ઉદ્ઘાટન” મહોત્સવ એવં મ્યુઝિક લાઇવ કોન્સર્ટ, લોકડાયરો, દાદાને અન્નકૂટ વિગેરે અનેકવિધ કાર્યક્રમોનું ભવ્યાતિભવ્ય આયોજન  તા.5-6 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવેલ.મહોત્સવ અંતર્ગત તા.5 એપ્રિલ 2023ને બુધવારના રોજ સાંજે 4:30 કલાકે 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ  “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ” પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા ધામોધામથી પધારેલ સંતોના સાનિધ્યમાં દેશની પહેલી પંચધાતુમાંથી બનેલી 54 ફૂટ ઊંચી મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવેલ તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા હનુમાનજી મહારાજનું પૂજન-અર્ચન-સમૂહ આરતી કરવામાં આવેલ. રાત્રે 9 કલાકે “મ્યુઝિક લાઇવ કોન્સર્ટ” એવં “લોકડાયરો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં ઓસમાણ મીર તથા નિર્મળદાન ગઢવી સાહિત્યકાર દ્વારા કિંગ ઓફ સાળંગપુરના પ્રાંગણમાં ભક્તિ ગીતોની ધૂમ મચાવી જમાવટ કરી હતી.
   તા.06 એપ્રિલ 2023ને ગુરુવારના રોજ દાદાનું ભવ્ય પ્રાત: પૂજન- મંગળા-સુવર્ણ વાઘાના શણગાર- છડી અભિષેક-આરતી દર્શન, દિવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવેલ સમગ્ર મંદિરને વિશેષ ફુલોથી શણગાર કરવામાં આવેલ તેમજ  સવારે 7 કલાકે  મંદિરના પરિસરમાં સમૂહ મારુતિયજ્ઞ પૂજન, શ્રી હનુમાન જન્મોત્સવ,કેક કટીંગ તેમજ ગુજરાતના સૌથી મોટા “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”નું પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના વરદહસ્તે  દિવ્ય ઉદ્ઘાટન  કરવામાં આવેલ તેમજ નૂતન ભોજનાલય પૂજા વિધિ એવં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવલે. બ્લડ ડોનેશન કેમ્પ વિગેરે
અનેકવિધ કાર્યક્રમોનું દિવ્ય દર્શન-આરતી-અન્નકૂટ દર્શન-મહાપ્રસાદનો લાભ લાખો હરિભક્તોએ લઇ ધન્યતા અનુભવી હતી.  તેમજ મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) એવં સંત મંડળ દ્વારા મહોત્સવમાં તમામ હરિભક્તોની ચા-પાણી-મહાપ્રસાદ-દર્શનની સુગમ વ્યવસ્થા કરવામાં આવેલ.દેશના ગૃહમંત્રી અમિત શાહ ના હસ્તે ભોજનાલય નું ઉદ્ઘાટન કર્યુ તેની વિશેષતા એ છે કે એક સાથે 4 હજાર લોકો ભોજન લઈ શકે અને 1 કલાકમાં 20 હજાર લોકો માટે ગરમા-ગરમ ભોજન તૈયાર થાય તેવા આધુનિક સુવિધા થી સજ્જ ભોજનાલય શરૂ થતા ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20230406-WA0093.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *