આદિવાસી સમાજ નાં દેવ ગણાતા બાબા પીઠોરા ને દેશ અને દુનિયામાં પ્રચલિત કરવામાં અમૂલ્ય યોગદાન આપનાર બાબા પીઠોરા લખારા પરેશભાઈ રાઠવા નું મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા ૫ એપ્રિલે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ શ્રી પુરષ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા બાદ આજે બપોરે ૧૨ વાગ્યા ની આસપાસ પોતાના માદરે વતન કવાંટ આવી પહોંચતાં સવારથી જ નસવાડી ચોકડી કવાંટ ખાતે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ ને ઉભા આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજ નાં લોકો તેઓનું ઉમળકાભેર સ્વાગત સન્માન કર્યું હતું.
નસવાડી ચોકડી કવાંટ સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને ફુલહાર પહેરાવી ને ખુલ્લી જીપમાં સવાર થઈ બીરસા મુંડા સર્કલ પાસે આદિવાસી ઓનાં મસીહા ભગવાન બીરસા મુંડા ની પ્રતિમા ને ફુલહાર પહેરાવી કવાંટ નગરમાં સરઘસ સ્વરૂપે ફેરવી તેમના ઘરે પહોંચ્યા હતા, તેઓનાં સ્વાગત સન્માન કાર્યક્રમમાં કવાંટ છોટાઉદેપુર નાં સામાજિક કાર્યકરો શનિયાભાઈ રાઠવા, હિમાંશુ ભાઈ રાઠવા, ચંદ્રવદન રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, વિજયભાઈ રાઠવા, ગોપાલભાઈ રાઠવા, રમેશભાઈ રાઠવા, મનિષ રાઠવા,નારણભાઈ રાઠવા, ભલાભાઈ રાઠવા તથા રાજકીય આગેવાનો વિરોધપક્ષના નેતા સુખરામ ભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત ના કારોબારી સમિતી નાં ચેરમેન પીન્ટુ ભાઈ રાઠવા , કવાંટ નગરના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ સહિત કવાંટ તાલુકા અને કવાંટ નગરના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


