Gujarat

રંજના એક સવારે વહેલી ઉઠી. સાઉથ બોપલના પોતાના વૈભવી બંગલામાં આજે એ એકલી હતી. આમ તો તે એકલી જ રહેતી હોવાથી સવારે મોડી જ ઉઠતી.આજે તેના ઉંઘ વહેલી ઉડી ગઇ.તેને મનમાં બે દિવસથી બેચેની રહેતી.ઉંઘ પણ આવતી ન હોવાથી તે વહેલી સવારે સોસાયટીના કોમન પ્લોટમાં ચાલવા નીકળી.

ચાંદની રંજનાને બગીચામાં મળી.બંને જણા બગીચામાં ટહેલતા ટહેલતા વાતોએ વળગ્યા.રંજના એ વાત કરવાની શરુ કરી. “ગઇકાલે રાત્રે ઉંઘ જ નહોતી આવતી.અને વહેલી સવારે ઉઁઘ ઉડી ગઇ.કોઇ ઘરે ઉઠ્યુ નહોતુ એટલે ફ્રેશ થઇને બહાર આવી.બાળકો વેકેશન છે એટલે મોડા ઉઠે છે.”
“રંજના સાચુ કહુ તો ઘીરજના ગયા પછી ઘરમાં ગમતું જ નથી.સૌ પોતાની જિંદગીમાં વ્યસ્ત છે.એકલતા મનને કોરી ખાય છે.ઘરમાં મને કોઇ તકલીફ નથી.બાળકો અને વહુઓ સારી છે.મારુ ધ્યાન રાખે છે.આખો દિવસ વિતી જાય છે પણ જે એકલતા મનને કોરી ખાય છે એનું શું કરવું એ જ સમજાતુ નથી.”
જીવન એમ જ વ્યતિત થઇ રહ્યું છે. રામભરોસે અનાથ આશ્રમમાં દિવસ વિતી જાય છે.સાંજે બંને દિકરાઓના દીકરાઓ સાથે પસાર થઇ જાય છે, પણ રાત આવે છે ને મન ખાટુ થઇ જાય છે.આખી રાત પડખા બદલીને પસાર થઇ જાય છે.જીવનમાં કંઇપણ કરવાનો ઉત્સાહ નથી.બાળકો સુખી છે.હવે મારુ શું?
 “જેમ જેમ સમય વિતે છે. તેમ તેમ અંધકાર દેખાય છે.આખું જીવન ભાગાદોડીમાં વિતાવી દીધુ હવે એકલતા જીવનમાં નિરસતા લાવે છે.”
ચાંદની રંજનાની બધી વાતો સાંભળતી હતી અને વિચારી રહી “અમારા બંનેના જીવનમાં થોડી સમાનતા છે.એ છે એકલતા.એકલતા અમને બંનેને કોરી ખાય છે.જીવનના અંત તરફ આઘળ વધતા અમે બંને ફરીથી ખુશીથી જીવન કેમ વ્યતિત કરી શકીએ એ વિચારવું રહ્યું. ”
રંજના વિચારોમાં ખોવાઇ ગઇ.કેઇક કેટલુંયે સહન કર્યા પછી તેણે છુટાછેડા લીધેલા અને તેના પિતા સાથે રહેતી હતી.તેના પિતાના સ્વર્ગવાસ પછી તે સાવ એકલી પડી ગઇ હતી.48 વર્ષની ઉંમરે રંજના એકલતા સાથે રોજ ઝઝુમતી રહી.
રંજના એક સમાજસેવા કરતી એન.જી.ઓમાં કામ કરી રહી હતી. નોકરી તે પોતાની એકલતા દુર કરવા કરી રહી હતી. ઘણા સમય સુધી તેણે નોકરી કરી હતી.હવે તે માનસિક અને શારીરીક રીતે થાકી ગઇ હતી.તેને કોઇ એવું જોઇતું હતું કે તેની સાથે રહે.તેની સાથે લાગણીભીની વાતો કરે.તેના સાથે સમય પસાર કરે. તેની એકલતા દૂર કરવા કોઇ રસ્તો નહોતો.
ચાંદની અને રંજના બંને બગીચામાં વિચારોમાં ખોવાઇને બેઠા હતા. ઘરે જવાની બંનેમાંથી એકેને કોઇ ઉતાવળ નહોતી.રંજના એકાએક બોલી ચાંદની આપણા જેવી ઘણી બહેનો હશે નહીં? હા રંજના હશે જ.
ચાંદનીએ વાત આગળ વધારી. એક કામ કરીએ ફેસબુક,વોટ્સએપ અને સોશિયલ મિડીયા પર આપણા જેવી બહેનોને આપણે આપણી સાથે જોડીએ અને દરેક બહેનો કંઇકને કંઇક કરતી જ હશે.બધા એકસાથે જોડાય અને આપણે સૌ મળીને એકબીજાને મદદ કરીએ અને સાથે મળીને કંઇકને કંઇક નવું કરીએ.શું કહેવું છે તારે? આપણે જ આપણી એકલતાનો રસ્તો ખોલીએ. કોઇપણ મદદ નહીં કરે.આમને આમ જીવન પસાર થઇ જશે અને આપણે પણ બધા લોકોની જેમ દુનિયામાંથી જતા રહીશું.તો ચાલને દુનિયામાં કંઇક સારુ કરીને જઇએ.
બંને બહેનપણીઓએ બીજી ઘણી બહેનોનું એક ગૃપ બનાવી લીધું.મહિલા એકલતા ગૃપ, ચાંદનીના ઘરે બધી પવૃત્તિઓ ચાલે.એકબીજાને મદદ તો કરતા જ પણ  સૌ સખીઓ સાથે મળીને સમય વ્યતિત કરવા લાગી.જીવન નવેસરથી શરુ કરવાની હિંમત બતાવીને સૌએ સાથે મળીને પોતાની જ નવી દુનિયા બનાવી લીધી.ચાંદની અને રંજનાને એકલતાની દવા મળી ગઇ.બંને સાથે મળીને પોતાની એકલતા તો દૂર કરી જ સાથે સાથે બીજાના સપના પણ તેમણે પુરા કર્યા.પોતે પણ નવા સપના જોઇને તેને પુરા કરવા માટે કટિબધ્ધ બની.
તેમના આ ગૃપની ચર્ચા ચોરે ને ચૌટે થવા લાગી.તેમાંથી ઘણી બહેનો પાસે રહેવા માટે ઘ પણ નહોતુ.તેની વ્યવસ્થા પણ તેઓ કરવા લાગ્યા.રંજના અને ચાંદનીએ જોયેલું સપનું સાચુ કરીને દેખાડ્યું.ચાંદનીના બાળકો પણ તેની સાથે મળીને તેને મદદ કરતા.
પાંચ વર્ષમાં તો રંજના અને ચાંદનીએ પોતાની સાથે સાથે સૌ મહિલાઓની એકલતા દૂર કરી દીધી હતી.એક દિવસ રંજના આ દુનિયા છોડીને ચાલી ગઇ.ચાંદનીએ રંજનાની ઇચ્છા મુજબ નિરાધાર મહિલાઓને આશરો આપવા રંજનાના ઘરનો સદઉપયોગ કર્યો.રંજના ચાંદની માટે ઘણુ બધુ કામ છોડીને ગઇ હતી.એકરીતે કહીએ તો ચાંદનીએ પોતાના સપનામાં રંગ પુર્યા અને બીજી ઘણી મહિલાઓને મદદ કરી.મનનો જે સંતોષ ચાંદની અનુભવતી એના કારણે તેના જીવનમાં બદલાવ આવ્યો.આ બદલાવથી તેનું જીવન ખીલી ગયું હતું…
કડવું છે પણ સત્ય છે
એકલતા માણસને જીવવા નથી દેતી.તેનો સર્જનાત્મક રસ્તો કરવો જોઇએ.જીવનને નવી દિશામાં વાળો તો ખુશીઓ તમારા જીવનમાં આવશે જ….

IMG-20230409-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *