Delhi

ચીને ભારતની જાસૂસી માટે મ્યાનમારમાં પોસ્ટ બનાવી..!!

નવીદિલ્હી
મ્યાનમાર ચીનની મદદથી બંગાળના અખાતના એક દૂરના ટાપુ પર જાસૂસી પોસ્ટ બનાવી રહ્યું હોવાની ચોકાવનારી ગુપ્તચર માહિતી બહાર આવી છે. આ મુદ્દે ભારતે મ્યાનમારના લશ્કરી શાસકો સમક્ષ ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો કોકો ટાપુઓ મ્યાનમારની હદમાં આવેલા છે અને તે આંદામાન અને નિકોબારથી માત્ર ૬૦ કિમી દૂર છે. આ માહિતી સંવેદનશીલ હોવાથી નામ જાહેર ન કરવાની શરતે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત સરકારના પ્રતિનિધિનિઓએ વિવિધ સ્તરે મ્યાનમારના અધિકારીઓને સેટેલાઇટ ઇમેજ આપી હતી. આ ઇમેજમાં દેખાય છે કે ચીનના કામદારો હિન્દ મહાસાગરમાં આવેલા કોકો ટાપુ પર એક પોસ્ટના નિર્માણમાં મદદ કરી રહ્યાં છે. ચીની કામદારો હવાઈ પટ્ટી લંબાવતા પણ જાેવા મળ્યા હતા. ભારતના અધિકારીઓ સાથેની બેઠકોમાં મ્યાયનારની સત્તાધારી જુન્ટા (મિલિટરી)એ ચીનની સામેલગીરીનો ઇનકાર કર્યો હતો અને ભારતની ચિંતાનું ખંડન કર્યું હતું. જાેકે ભારતને ચિંતા છે કે આ પોસ્ટથી ચીન ભારતના પૂર્વીય દરિયાકાઠાંની ટેસ્ટ સાઇટ્‌સ પરથી છોડાતી મિસાઇલોને ટ્રેક કરી શકશે અને નૌકાદળના દૂરસંચાર પર દેખરેખ રાખી શકશે. ચીન કોકો ટાપુઓમાં એક જાસૂસી પોસ્ટ બનાવી રહ્યું છે તેવા અહેવાલને મ્યાનમારની સત્તાધારી સ્ટેટ એડમિનિસ્ટ્રેશન કાઉન્સિલના પ્રવક્તા મેજર જનર ઝો મિન તુએ વાહિયાત ગણાવ્યા હતા. ભારત કે ચીનના અધિકારીઓ સાથે ક્યારેય આ મામલે વાતચીત ન થઈ હોવાનો ઉલ્લેખ તેમણે જણાવ્યું હતું કે મ્યાનમાર વિદેશી લશ્કરી દળોને તેની ભૂમિમાં ક્યારેય પ્રવેશ આપશે નહીં. ભારત સરકાર પહેલેથી જ સારી રીતે જાણે છે કે માત્ર મ્યાનમારના સુરક્ષા દળો જ ત્યાં સ્થિત છે અને તેઓ પોતાના દેશ માટે સંરક્ષણ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ અંગેના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે દેશ તેના હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે. ભારતની સુરક્ષા પર અસર કરતા તમામ ગતિવિધિઓ પર સરકાર ચાંપતી નજર રાખે છે. મ્યાનમાર ખાતેના ચીની રાજદૂત આ સપ્તાહના પ્રારંભમાં જુન્તા સરકારના કેટલાંક પ્રધાનોને મળ્યા હતા. જાેકે આ મુદ્દે તેમણે ટીપ્પણી કરી ન હતી. ચીનના વિદેશ મંત્રાલયે પણ તાકીદે કોઇ ટીપ્પણી કરી નથી. ૧૯૯૦ના દાયકાથી મ્યાનમારે આ દ્વીપસમુહ પર ચાઇનીઝ સિગ્નલ ઇન્ટેલિજન્સ ફેસિલિટીને મંજૂરી આપી હોવાના અહેવાલો ફરતા થયા છે. જાેકે ગયા અઠવાડિયે લંડન સ્થિત પોલિસી રીસર્ચ ગ્રૂપ ચાટમ હાઉસે એક રીપોર્ટ જારી કર્યા પછી આ મુદ્દો ફરી ધ્યાનમાં આવ્યો છે. આ રીપોર્ટમાં જણાવાયું છે કે મ્યાનમાર કોકો ટાપુઓના લશ્કરીકરણ કરી રહ્યું છે અને તેનો હેતુ આ વિસ્તારમાં દરિયાઇ સર્વેલન્સ કરવાનો છે. ભારતનું મૂલ્યાંકન છે કે ગ્રેટ કોકો આઇલેન્ડ પર ચીન પાસે કોઈ આક્રમક સૈન્ય ક્ષમતા નથી અને હિંદ મહાસાગરમાં જાસૂસી માટે ઉપયોગમાં લેવાતા ચાઇનીઝ જાસૂસી જહાજાે શંકાઓને ટાળવા માટે ત્યાં લંગારવામાં આવ્યા નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટાપુઓ પર કાયમી ધોરણે ચીનના જવાનો તૈનાત કર્યા નથી, પરંતુ કામદારો ઇક્વિપમેન્ટ નાંખવામાં ઘણીવાર મદદ કરતા દેખાય છે. આ જાસૂસી પોસ્ટ ચીનના હાથમાં ન જાય તે માટે ભારત મ્યાનમાર પર સતત દબાણ બનાવી રાખવા માગે છે, પરંતુ મ્યાનમારોને લશ્કરી જનરલો ૨૦૨૧ પછીથી ચીન પર આર્થિક ર્નિભર બન્યાં છે. ચીન મ્યાનમારનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે, અને તે સ્ટ્રેટ ઓફ મલક્કાને બાયપાસ કરવાના માર્ગ તરીકે આ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશના બંદરો અને ઉર્જા પાઈપલાઈનમાં રોકાણ કર્યું છે. કોકો ટાપુઓથી ૬૦ કિલોમીટર દૂર આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભારતે મિલિટરી ફેસિલિટી ઊભી કરી છે. ભારત આ ટાપુઓ પર તેની લશ્કરી ક્ષમતામાં વધારો કરી રહ્યું છે.ચીન એશિયા પેસિફિકમાં તેની પકડ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. ચીનની સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપનીને સોલોમન ટાપુઓ પર આંતરરાષ્ટ્રીય પોર્ટને ફરી વિકસિત કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. પેન્ટાગોનના પ્રવક્તા માર્ટિન મેઈનર્સે જણાવ્યું હતું કે ચીનની આર્મી દૂરના વિસ્તારમાં તેની લશ્કરી તાકાત બનવા માટે લોજિસ્ટિક્સ અને બેઝિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વૈશ્વિક નેટવર્ક બનાવવા માગતું હોવાથી અમેરિકા ચિંતિત છે. તેમણે કોકો ટાપુઓ પરની ચીનની પ્રવૃત્તિઓ અંગે ટીપ્પણી કરી ન હતી, પરંતુ જણાવ્યું હતું કે આવી ફેસિલિટીઓના અંગે યજમાન દેશો સાથેના કોન્ટ્રાક્ટ અને તેના હેતુઓ અંગેની પારદર્શકતાનો અભાવ ચિંતાની બાબત છે.

Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *