Delhi

પ્રવાસનમાં તેજી ઃ વિદેશી હૂંડિયામણ ૧૦૭% ઊછળ્યું, વિદેશી પર્યટકોની સંખ્યા ત્રણ ગણી વધી

નવીદિલ્હી
કોરોનાની સ્થિતિ હળવી થયા પછી વિશ્વભરમાં પર્યટન ક્ષેત્રે ધૂમ તેજી થઈ છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. ટુરિઝમ દ્વારા દેશની વિદેશી હૂંડિયામણની આવક ૨૦૨૨માં ૧૦૭ ટકા વધી શ્૧,૩૪,૫૪૩ કરોડ થઈ હોવાની માહિતી સરકારે આપી છે. પર્યટન મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, કોરોના મહામારી પછી પર્યટન ઉદ્યોગે પ્રોત્સાહક કામગીરી દર્શાવી છે. ૨૦૨૨માં ભારતમાં ૬૧.૯ લાખ વિદેશી પર્યટકો આવ્યા હતા, જે ૨૦૨૧ના ૧૫.૨ લાખની તુલનામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. ઉત્તર-પૂર્વ વિસ્તારના પર્યટન અને વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર સ્વદેશ દર્શન અને ઁઇછજીૐછડ્ઢ જેવી યોજનાઓ હેઠળ પર્યટન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય એજન્સીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “પર્યટકોની ૨૪ કલાક માહિતી પૂરી પાડવા વિવિધ ભાષાઓમાં હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ટોલ-ફ્રી નંબર ૧૮૦૦૧૧૧૩૬૩ પર કોલ કરી અથવા ૧૨ ભાષામાં ૧૩૬૩ કોડ મેસેજ કરીને માહિતી મેળવી શકાય છે. જેમાં જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ, ઇટાલિયન, પોર્ટુગીઝ, રશિયન, ચાઇનીઝ, જાપાનીઝ, કોરિયન, અરેબિક, હિંદી અને ઇંગ્લિશ સહિતની ૧૦ ભાષાનો સમાવેશ થાય છે. સ્થાનિક અને વિદેશી પર્યટક આ હેલ્પલાઇન પરથી માહિતી મેળવી શકશે. કોરોના મહામારી પછી ભારતીય પર્યટન ઉદ્યોગમાં રિકવરીના સંકેત દેખાયા છે. બ્યૂરો ઓફ ઇમિગ્રેશનની માહિતી અનુસાર ૨૦૨૨માં ભારતમાં ૬૧.૯ લાખ વિદેશી પર્યટકો આવ્યા હતા, જે ૨૦૨૧ના ૧૫.૨ લાખની તુલનામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. મોટો વધારો છતાં પર્યટકોની સંખ્યા હજુ ૨૦૧૯ કરતાં ઓછી છે. એ વર્ષે ભારતમાં ૧.૦૯ કરોડ વિદેશી પર્યટકો આવ્યા હતા. પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકારે દેશના ટુરિઝમ ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા તેમજ વિદેશી પર્યટકોની સંખ્યામાં વૃદ્ધિ માટે ઘણા પગલાં લીધા છે.

Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *